શોધખોળ કરો

અમદાવાદમાં બે દિવસ જનતા કર્ફ્યૂને પગલે લોકોમાં ફફડાટ, સામાન ખરીદવા પડાપડી

જનતા કર્ફ્યૂની જાહેરાતને પગલે લોકો જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા દોડાદોડી કરી રહ્યા છે. મોલ અને દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જનતા કર્ફ્યૂ ફક્ત બે દિવસનો જ હોવા છતા લોકો વસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે.

અમદાવાદઃ આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે. જોકે, જનતા કર્ફ્યૂની જાહેરાતને પગલે લોકો જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા દોડાદોડી કરી રહ્યા છે. મોલ અને દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જનતા કર્ફ્યૂ ફક્ત બે દિવસનો જ હોવા છતા લોકો વસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે. સોમવારે સવારે 6 કલાકે કર્ફ્યૂ પૂરુ થઈ જશે પરંતુ રાત્રીના સમયથી ફરી કર્ફ્યૂ લાગશે એટલે કે સોમવારથી રાત્રી કરફ્યૂ અમદાવાદમાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી યથાવત રહેશે. જે રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી અમલી રહેશે. અમદાવાદમાં શનિવાર અને રવિવારે લાગનારા 60 કલાકનો કર્ફ્યૂ માત્ર અમદાવાદ શહેર પૂરતો જ છે. રાજ્યના અન્ય તમામ શહેરોમાં રાબેતા મુજબ કાર્ય ચાલુ રહેશે. સતત ફેલાતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમણને લઈ વકરી રહેલી પરિસ્થિતિન લઈ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાયા બાદ તેમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરતા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અસારવા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કેન્સર અને કિડની હૉસ્પિટલમાં 400 વધુ બેડની સુવિધા કરાશે. સોલા સિવિલમાં 400 વધારાની પથારીની સુવિધા કરાશે. જ્યારે ગાંધીનગર નજીકના વિસ્તારોના દર્દીઓ માટે ગાંધીનગર સિવિલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ, સરકારી હૉસ્પિટલોમાં 900 પથારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં વધુ 400 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જો કે, તેમણે 2237 સરકારી હૉસ્પિટલો અને 400 બેડ ખાનગી હૉસ્પિટલોમાં હાલ ખાલી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Elections 2024 Live: હરિયાણા મતદાન વચ્ચે ભાજપે 4 નેતાઓને હાંકી કાઢ્યા, અનિલ વિજે ફરી મુખ્યમંત્રી પદ પર કર્યો મોટો દાવો

Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી

Haryana Elections: હરિયાણાની ચૂંટણીમાં કેવું છે જાતીય સમીકરણ, કેટલા રાજકીય પરિવારો છે મેદાનમાં, આ રહી A to Z માહિતી

Marriage Certificate Rules: કયા લોકોનું નથી બનતું મેરેજ સર્ટિફિકેટ? તમને આ નિયમની ખબર હોવી જ જોઈએ

ABP Premium

વિડિઓઝ

Haryana Elections 2024|  હરિયાણામાં મતદાન શરુ, નવીન જિંદાલ ઘોડા પર બેસીને મતદાન કરવા પહોંચ્યાHun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Elections 2024 Live: હરિયાણા મતદાન વચ્ચે ભાજપે 4 નેતાઓને હાંકી કાઢ્યા, અનિલ વિજે ફરી મુખ્યમંત્રી પદ પર કર્યો મોટો દાવો
Haryana Elections 2024 Live: હરિયાણા મતદાન વચ્ચે ભાજપે 4 નેતાઓને હાંકી કાઢ્યા, અનિલ વિજે ફરી મુખ્યમંત્રી પદ પર કર્યો મોટો દાવો
Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી
Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી
Haryana Elections: હરિયાણાની ચૂંટણીમાં કેવું છે જાતીય સમીકરણ, કેટલા રાજકીય પરિવારો છે મેદાનમાં, આ રહી A to Z માહિતી
Haryana Elections: હરિયાણાની ચૂંટણીમાં કેવું છે જાતીય સમીકરણ, કેટલા રાજકીય પરિવારો છે મેદાનમાં, આ રહી A to Z માહિતી
Marriage Certificate Rules: કયા લોકોનું નથી બનતું મેરેજ સર્ટિફિકેટ? તમને આ નિયમની ખબર હોવી જ જોઈએ
Marriage Certificate Rules: કયા લોકોનું નથી બનતું મેરેજ સર્ટિફિકેટ? તમને આ નિયમની ખબર હોવી જ જોઈએ
Mahindra Thar Roxxને લઈને ક્રેઝી થયા લોકો, માત્ર 1 કલાકમાં જ થયું 1.5 લાખથી વધુનું બુકિંગ

IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી

Health Tips: સવારે ખાલી પેટ પીવો આ ડ્રાય ફ્રુટનું પાણી, મોટાપાને દૂર કરવામાં મળશે મદદ

Shardiya Navratri 2024 Day 3: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા, પૂજા અને મંત્ર

Embed widget