શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ડીપીએસ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી 31 પ્રિન્ટ્સને આર્ટ ગેલેરીમાં પ્રદર્શનમાં મુકાઇ
આ વર્કશૉપમાં ડીપીએસ બોપલના ધોરણ 8થી 12ના 20 વિદ્યાર્થીઓ અને 4 ફેકલ્ટી મેમ્બર્સે ભાગ લીધો હતો. આમ સતત ચોથા વર્ષે પણ પ્રદર્શનનુ પણ સફળ આયોજન રહ્યું હતું
અમદાવાદઃ બાળ દિવસ નિમિત્તે અમદાવાદ બોપલની ડીપીએસ સ્કૂલના વિદ્યાર્થીઓએ એક ખાસ પહેલ કરી છે, ત્રણ દિવસ સુધી ચાલેલા વર્કશૉપમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી પ્રિન્ટને આર્ટ ગેલેરીમાં મુકવામાં આવી છે. નમન આર્ટ ગેલેરીમાં લગભગ 31 જેટલી પ્રિન્ટને પ્રદર્શનમાં મુકવામાં આવી છે, આ પ્રદર્શનનું ઉદઘાટન નરેન્દ્ર પટેલ અને ફેનાલી પટેલે કર્યુ હતુ અને લોકો માટે તેને ગુરુવારથી શનિવાર સુધી ખુલ્લુ રાખવામાં આવ્યુ છે. આર્ટ ગેલેરીની આ ચોથી એડિશન છે.
દર વર્ષની જેમ ડીપીએસ બોપલની ફાઇન આર્ટ ક્લબે આ વર્ષે પણ આર્ટને લગતુ પ્રદર્શન કર્યુ છે. સ્કૂલ દ્વારા 3 દિવસનો એક વર્કશૉપ કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આર્ટવર્ક કરાય છે.
આ વર્ષે પણ જાણીતા કલાકાર નરેન્દ્ર પટેલ અને ફેનાલી પટેલના માર્ગદર્શન હેઠળ લિનૉકટ પ્રિન્ટ મેકિંગ વર્કશૉપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. લાકડાનો ઉપયોગ કરીને પ્રિન્ટ કરવાની આ એક ખાસ ટેકનિક છે. સૌથી પહેલા 20મી સદીમાં આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ વર્કશૉપમાં ડીપીએસ બોપલના ધોરણ 8થી 12ના 20 વિદ્યાર્થીઓ અને 4 ફેકલ્ટી મેમ્બર્સે ભાગ લીધો હતો. આમ સતત ચોથા વર્ષે પણ પ્રદર્શનનુ પણ સફળ આયોજન રહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
Advertisement