Ahmedabad: સાઇબર ક્રાઇમે લોભામણી લાલચો આપીને છેતરપિંડી કરનાર ચાર લોકોની ધરપકડ કરી
અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા મેગા ઓપરેશન કરીને લોકોને ફોન પર ન્યુડ કોલિંગ કરી અથવા તો લોભામણી લાલચો આપીને છેતરપિંડી કરનાર ચાર લોકોની ધરપકડ કરી છે.
અમદાવાદ: અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા મેગા ઓપરેશન કરીને લોકોને ફોન પર ન્યુડ કોલિંગ કરી અથવા તો લોભામણી લાલચો આપીને છેતરપિંડી કરનાર ચાર લોકોની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસોજીની મદદથી 45 પોલીસ કર્મીઓની એક ટીમ બનાવવામાં આવી હતી. જેમાં પીઆઇ કક્ષાના અધિકારીઓ પણ સામેલ હતા. આ ટીમ દ્વારા સાયબર ક્રાઇમને લગતી ગુનાહિત પ્રવૃત્તિઓનું એપી સેન્ટર બનેલ રાજસ્થાન અને હરિયાણા ગામડાઓમાં ઓપરેશન પાર પાડ્યું.
દિવસેને દિવસે સાઇબર પ્રકારના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે અને લેભાગુ તત્વો અવનવી તકનીકથી ભરમાવીને રૂપિયા પડાવવાનું કારસ્તાન કરતાં હોય છે. તેવામાં અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા જ્યાંથી લોકોને છેતરવાની મુખ્ય ગુનાહિત પ્રવૃત્તિ થતી તેવા એપિક સેન્ટર ગણાતા રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના મેવાત વિસ્તારના અલગ અલગ ગામડાઓ માંથી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મહત્વપૂર્ણ એવા 4 ગુનાનો ભેદ ઉકેલાયો છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અન્ય રાજ્યમાં બનેલ 17 જેટલા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે.
લાખો રુપિયા લઈ સેટિંગ કરવાનો આરોપ લાગતા યુવરાજસિંહે કર્યો ધડાકો, ...આ લોકો કોઈપણ
હાલમાં સમગ્ર રાજ્યમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિને લઈને ઘમાસાણ મચ્યું છે. ડમીકાંડને લઈને પોલીસે 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે. તો બીજી તરફ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર પૈસા લઈ નામ જાહેર ન કરવાનો આરોપ લાગ્યો છે. હવે આ મામલે યુવરાજ સિંહે પોતાની પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યા છે. ભૂતકાળમાં અઢી કરોડ રૂપિયાની ઓફર થઈ હતી પણ કોઈની પાસેથી એક પણ રૂપિયો ન લીધો હોવાનો અને કોઈ નામ ન છુપાવ્યા હોવાનો પણ યુવરાજે દાવો કર્યો છે. અધિકારીઓને ડમી વિદ્યાર્થીઓ અને એજન્ટોના નામ આપ્યા હોવાની પણ યુવરાજ સિંહે ખુલાસો કર્યો છે.
યુવરાજે વધુમાં કહ્યું કે, બિપીન ત્રિવેદી સામાજિક એજન્ટ બનીને આવ્યા હતા. પોતાના સમાજને બચાવવા રાજકીય ષડયંત્રના ભાગરુપે મારા પર આરોપ લગાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, પ્રદીપ,પીકે સહિતના એજન્ટો સાથે જાણકારી કઢાવવા હું મળ્યો હતો. એજન્ટોએ મને 40 લાખથી લઈ અઢી કરોડ સુધીની ઓફર કરી હતી. લાભ લેવા માટે બિપીનભાઈ મધ્યસ્થી બન્યા હતા. જે મારા પરિવારને ધમકાવી શકે તે લોકો કોઈપણ હદે જઈ શકે છે. આ કિસ્સાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મને રાજકીય કદ વધારવામાં જરાય રસ નથી.
બિપિન ત્રિવેદી ભાવનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનો અને મિત્રતાના ભાવે સંપર્કમાં હોવાની યુવરાજ સિંહે વાત કરી છે. તો પી.કે વિકલાંગ હોવાની માહિતી આપી. સાથે જ પોતાની પાસે તમામ લોકોનો ઓડિયો હોવાનો યુવરાજ સિંહનો દાવો છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યવ્યાપી ડમી કૌભાંડને લઇને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર ડમી કૌભાંડમાં નામ ન લેવા માટે 45 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો છે.