શોધખોળ કરો
Ahmedabad : યુવતીએ યુવક સાથે સંબંધ બાંધ્યા પછી લગ્ન માટે કરી દીધો ઇનકાર ને પછી જે થયું તે વાંચીને ચોંકી જશો
પોતાના જ ફોટોવાળા આઈડી પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ મળતા ચોંકી ઉઠી હતી. યુવતીએ સાઇબર ક્રાઈમમા હેરાનગતી કરતા સખ્સ વિરૂધ ફરિયાદ નોંધાવી હતી
અમદાવાદઃ શહેરમાં સાઇબર ક્રાઈમના વધતા જતા ગુનાઓમાં આરોપીઓ બદલો લેવાના ઈરાદે યુવતીઓને પરેશન કરતા હોવાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે . તાજેતરમાં જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક યુવતીએ સાયબર ક્રાઈમમાં અજાણી વ્યક્તિ દ્વારા સોશિયલ મિડિયા પર પોતાના જ ફોટા અલગ અલગ આઈડી પર બનાવી મક્યા હોવાનું ધ્યાને આવ્યું હતું અને પોતાના જ ફોટોવાળા આઈડી પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ મળતા ચોંકી ઉઠી હતી. યુવતીએ સાઇબર ક્રાઈમમા હેરાનગતી કરતા સખ્સ વિરૂધ ફરિયાદ નોંધાવી હતી
પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ છે રઘુવિર સિંહ ડોડિયા મુળ દસક્રોઈના નાંદેજ વિસ્તારનો રહેવાશી. રઘુવિર ડોડિયા યુવતિ સાથે બદલો લેવાના ઈરાદે ફેક આઈડી બનાવી સોસ્યલ મિડિયા પર યુવતિઓના ફોટા મુકતો હતો. પોલીસે આરોપીની વધુ પુછપરછ કરતા સામે આવ્યુ કે તેની અને યુવતિ વચ્ચે વર્ષ ૨૦૦૬થી સબંધ હતા અને લગ્ન પણ કરવાના હતા.
જોકે કોઈ કારણોસર લગ્ન કરવાનુ શક્ય ન બનતા આરોપી રઘુવિર ડોડિયાએ થોડા સમય બાદ યુવતિ સાથે વાતચીત કરવા પ્રયત્ન પણ કરેલો પરંતું યુવતિએ આરોપીને બ્લોક લિસ્ટમાં મુકી દેતા ઉશ્કેરાઈ ગયો હતો અને સબંધ દરમિયાનના યુવતિ સાથેના ફોટો પ્રોફાઈલ પીકમાં પણ મુકતો. એટલુ જ નહિ યુવતિ સાથે વાતચીત કરવા માટે અલગ અલગ ખોટા આઈડી બનાવી વાતચીત કરવા પ્રયત્ન કરતો. પ્રાપ્ત વિગતો અનુશાર આરોપી રઘુવિર ડોડિયા માત્ર ૧૦ ઘોરણ સુધી અભ્યાસ કરેલો છે અને નાંદેજમાં નાસ્તાની દુકાન ચલાવતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement