Ahmedabad : રસ્તો ક્રોસ કરવા જતાં બોલેરોનું ટાયર યુવક પર ફરી વળ્યું, યુવકનું ઘટનાસ્થળે જ મોત
રોડ ક્રોસ કરનારને બોલેરો કારે ટક્ક મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. કાર ટક્કર મારીને કાર ચાલક નાશી ગયો છે. ટ્રાફિક કે ડિવિઝન ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ શહેરના નારોલ પિરાણા વચ્ચે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રોડ ક્રોસ કરી રહેલા રાહદારી યુવકને બોલેરો કારે ટક્ક મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. યુવકને કચડીને ટ કાર ચાલક નાશી ગયો છે. ટ્રાફિક કે ડિવિઝન ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાર ચાલકની શોધ શરૂ કરી છે. GJ 27 TT 5385 નંબરની કારે રાહદારીને ટક્કર મારી હતી. બોલેરો કાર હાર્દિક શાહના નામે આરટીઓમાં રજીર્ટર હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓ રજીસ્ટરમાં હાર્દિકનુ સરનામુ ખોખરાના સુરીકેષનગર ભાયપુરા રોડનું સામે આવ્યું છે. જોકે, લાશ કોની છે અને મરનાર કોણ છે તેની કોઈ પુષ્ટી નથી થઈ.
અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવવો પડ્યો હતો. બીજી તરફ કાર અકસ્માતમાં રાહદારની લાશના ચિથરા ઉડી ગયા હતા. બોલેરો કારનું પાછળનું ટાયર યુવક પર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત કરીને ફરાર થતી વખતે બોલેરોએ એક બાઇકને પણ અડફેટે લીધું હતું. જેમાં બાઇકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
Mehsana : મોબાઇલમાં બ્લાસ્ટ થતાં યુવતીનું મોત, તમે પણ આ રીતે મોબાઇલ વાપરતા હો તો ચેતી જજો
મહેસાણાઃ જો તમે પણ મોબાઇલ ચાર્જિંગમાં રાખીને ફોન વાપરતા હોય તો ચેતી જજો નહીંતર જીવ ખોવાનો વારો આવી શકે છે. મહેસાણાના બહુચરાજીમાં મોબાઇલમાં બ્લાસ્ટ થતા યુવતીનું મોત થયું છે. બહુચરાજીના છેટાસણા ગામનો આ બનાવ છે. આ મોબાઈલ વાપરતા લોકો માટે સાવધાનીનો કોલ આપતી ઘટના છે.
શ્રદ્ઘા દેસાઇ નામની યુવતી ચાર્જિંગમાં મોબાઈલ ભરાવી વાત કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ ફાટતા યુવતીનું મોત નીપજ્યું છે. પરિવારજનો તેમજ ગ્રામજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
Surendranagar : ગુપ્ત ધનની લાલચમાં શિવ મંદિરમાં નંદી-શિવલિંગ દૂર કરી ખોદી નાંખ્યો 6 ફૂટ ઉંડો ખાડો
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના જામવાડી ગામે શિવ મંદિરમાં ગુપ્ત ધનની લાલચમાં મંદિરમાં કોઈએ 6 ફૂટ જેટલો ઉંડો ખાડો કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગુપ્ત ધન મેળવવાની લાલચમાં 1200 વર્ષ પ્રાચીન શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
નંદી અને શિવલિંગને દૂર કરીને પાંચથી છ ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો છે. થાન મામલતદાર અને પોલીસ વિભાગના અધિકારીઓ સ્થળની તપાસ કરવા દોડી ગયા હતા. કોઈ ગુપ્ત ધનની લાલચમાં મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. થાન મામલતદાર, પોલીસ વિભાગ, વિશ્વ હિન્દુ પરિષદ, સરપંચ અને સ્થાનિક લોકો મંદિરની મુલાકાતે દોડી આવ્યા હતા.