Ahmedabad: યુવકે લેક્ચરર પત્નિને કહ્યુઃ તુ મારા ભાઈ સાથે શરીર સુખ માણ, મારે ભાભી સાથે શરીર સંબંધ બાંધવા છે.......
મહેસાણા જિલ્લાના ગામની 34 વર્ષીય યુવતીનાં લગ્ન 2009માં ચાણક્યપુરી ખાતે રહેતા યુવક સાથે થયા હતા. આ યુવતીને સંતાનમાં બે દીકરા છે જે તેની સાથે રહે છે.
અમદાવાદ: ઘાટલોડિયામાં રહેતી એક યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાં સામે ચોંકાવનારો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે, તેનો પતિ તેને પોતાના મોટા ભાઈ એટલે કે જેઠ સાથે શરીર સુખ માણવા દબાણ કરે છે કે જેથી પોતે મોટા ભાઈની પત્નિ એટલે કે ભાભી સાથે શરીર સંબંધ બાંધી શકે.
પતિ અને જેઠે આ યુવતીને વાઈફ સ્વેપિંગ કરવાનું કહ્યું હતું. પતિએ પત્નીને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, યુવતીએ તેના જેઠ સાથે સેક્સ માણવું પડશે અને પોતે પોતાની ભાભી સાથે સેક્સ માણશે. યુવતી આ માટે તૈયાર ના થતાં તેને ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. યુવતીનો જેઠ બદઈરાદાથી તેનાં અંગેનો સ્પર્શ કરતો હતો. આખરે કંટાળીને યુવતીએ બે સગા ભાઈ જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે પોતાના પર અત્યાચાર ગુજારતા હોવાનો આક્ષેપ કરીને ફરિયાદ કરી છે. આ યુવતીએ તેના પતિ, જેઠ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતી પાસે વધુ દહેજ માગવામાં આવતું હતું એવો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો છે.
મહેસાણા જિલ્લાના ગામની 34 વર્ષીય યુવતીનાં લગ્ન 2009માં ચાણક્યપુરી ખાતે રહેતા યુવક સાથે થયા હતા. આ યુવતીને સંતાનમાં બે દીકરા છે જે તેની સાથે રહે છે. લગ્ન વખતે પતિ અને તેના ભાઈએ યુવતીનાં માતા-પિતા સાથે પૈસાની માગણી કરતાં માતા પિતાએ લગ્ન વખતે પૈસા આપ્યા હતા. લગ્ન બાદ યુવતીનો પતિ બેકાર હતો. પતિ, જેઠ અને નણંદ કહેતા કે, પરણીને આવી છે તો બધાંને કમાઈને તારે ખવડાવવું પડશે અને તારા ઘરેથી હજુ પણ પૈસા લાવવા પડશે. આ બધી વાતો કહી તેને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.
આ યુવતીએ છેવટે પોલિટેક્નિક કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી શરૂ કરી હતી. 2013માં મહિલાનો પતિ નાઇજીરીયાના લાગોસ ખાતે નોકરી માટે ગયો હતો. છ મહિના પછી યુવતી પણ ત્યાં ગઈ હતી. પતિ-પત્ની અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા પણ પતિ કહેતો કે, તું તારા ઘરેથી પૈસા મંગાવી લે અને પૈસા ના મંગાવી શકતી હોય તો તું તારા ઘરે જતી રહે .
નાઈજીરિયામાં યુવતી ગર્ભવતી થતાં 2015માં ભારત ખાતે પ્રસૂતિ માટે આવી હતી અને દીકરાને જન્મ આપ્યો હતો. યુતી ભારત આવી હતી ત્યારે તેના જેઠે શરીર સંબંધ બાંધવાની ખોટી માગણીઓ કરી તેને માનસિક શારીરિક ત્રાસ આપ્યો હતો. આ અંગે પતિને આ વાત કરતાં તેમણે કહ્યું કે, આ ઘરમાં રહેવું હોય તો આ બધું તો સહન કરવું પડશે અને સહન ના થાય તો તારા પિતાના ઘરે જતી રહે. 2017માં બીજી પ્રસૂતિ માટે યુવતી ભારત આવી હતી અને દીકરાને જન્મ આપ્યો હતો. 2017માં સસરાનું મૃત્યુ થતાં તેનો પતિ પણ પરત ભારત આવી ગયો હતો.
ભારત આન્યા બાદ પતિ અને જેઠ બંને ભેગા મળીને તેને દબાણપૂર્વક કહેતા કે, તારે વાઈફ સ્વેપિંગ કરવું પડશે. પતિએ કહ્યું કે, તેણે તેના ભાઈ એટલે કે જેઠ સાથે સેક્સ કરવાનું અને ભાઈની પત્ની સાથે મારે સેક્સ માણવાનું રહેશે. એક બીજાની પત્નીઓ બદલીને સેક્સ કરવાની વાતથી છંછેડાઈને યુવતીએ ઈન્કાર કરતાં બંનેએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. 2018માં મહિલા અને તેનો પતિ નાઇજીરીયા ગયા હતા. ત્યારે દારૂ પીને તેનો પતિ તેને માર પણ મારતો હતો. 2020માં જ્યારે યુવતી અમદાવાદ આવી ત્યારે તેના જેઠે તેની સાથે જાતિય માગણી કરતા તેના શરીરે બદદાનતથી સ્પર્શ કર્યો હતો. યુવતીએ ઇનકાર કરતાં તેના જેઠએ તેને ગાળો દીધી હતી.
યુવતીએ તેના પતિને તેના ભાઈના વર્તનની વાત કરી તો તેણે કહ્યું કે, મારો ભાઈ કહે તે તારે કરવાનું અને ના કરવું હોય તો મારે છુટાછેડા આપી દે. આ અત્યાચારથી કંટાળીને યુવતીએ લીસને મદદ લેતાં સોલા પોલીસે આ મામલે આરોપી પતિ જેઠ અને ફોઈની દીકરી એવી નણંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.