Flower Show: અમદાવાદમાં ફ્લાવર શૉની તારીખ બદલાઇ, 1લી જાન્યુઆરી નહીં હવે આ તારીખથી થશે શરૂ
Ahmedabad Flower Show: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આયોજીત ફલાવર શૉનું આયોજન કરવામાં આવે છે, દર વર્ષે શહેરના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આનો આનંદ લેવા પહોંચે છે
Ahmedabad Flower Show: દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાનારા ફ્લાવર શૉને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. અમદાવાદમાં આજે શરૂ થનારો ફ્લાવર શૉ હવે આગામી 3જી જાન્યુઆરીથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શૉક જાહેર કર્યો હતો, જે પછી તમામ કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા હતા, જેમાં ફ્લાવર શૉ પણ સામેલ હતો.
તાજા અપડેટ પ્રમાણે, આજથી અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં યોજાનારા ફ્લાવર શૉને લઇને માહિતી સામે આવી છે. આજથી એટલે કે 1લી જાન્યુઆરીથી શરૂ થનારો ફ્લાવર શૉ હવે આગામી 3 જાન્યુઆરીથી યોજાશે. આ અંગે એએમસીએ તારીખ લંબાવવાની જાહેરાત કરી છે. ફ્લાવર શૉ 2025માં 15 કરોડ ખર્ચ થશે. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પૉરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે ફ્લાવર શૉનું ખાસ આયોજન થઇ રહ્યું છે.
મહાનગરપાલિકા કરશે ફ્લાવર શૉનું આયોજન
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આયોજીત ફલાવર શૉનું આયોજન કરવામાં આવે છે, દર વર્ષે શહેરના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આનો આનંદ લેવા પહોંચે છે.
ફ્લાવર શૉએ અલગ જ આર્કષણ ઉભુ કર્યું
અમદાવાદના આ ફ્લાવર શોમાં શહેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની અને વિક્રમ લેન્ડર-ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ જોવા મળી રહી છે જેને અલગ જ આર્કષણ ઉભુ કર્યું છે. શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમથી મુખ્ય પ્રવેશદ્વાર બનાવાયો છે જ્યારે બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાત, પતંગિયા, સાત ઘોડાની પ્રતિકૃતિ, જેવી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો
Earthquake: નવા વર્ષની પહેલી સવારે જ કચ્છની ધરા ધ્રુજી, ભચાઉમાં 3.2ના ભૂકંપથી લોકોમાં ફફડાટ