Ahmedabad : કોલેજિયન યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, યુવતીએ સંબંધ તોડી નાંખતા યુવકે શું કર્યું?
યુવતીએ પ્રેમસંબંધ તોડી નાંખતા યુવકે પ્રેમિકાના અશ્લીલ ફોટા વાયરલ કરી દીધા હતા. આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થતાં સમગ્ર ઘટના સામે આવી છે.
અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. જોકે, યુવતીએ યુવક સાથે મનમેળ ન થતાં સંબંધો તોડી નાંખ્યા હતા. યુવતીએ પ્રેમસંબંધ તોડી નાંખતા યુવકે પ્રેમિકાના અશ્લીલ ફોટા વાયરલ કરી દીધા હતા. આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થતાં સમગ્ર ઘટના સામે આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી યુવતી બીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. તેને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. તેમજ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ હતા. આ સમયે યુવકે પ્રેમિકાના અશ્લીલ ફોટા પાડ્યા હતા. જોકે, થોડા સમય પછી યુવતીને પ્રેમી સાથે મનમેળ ન થતાં તેણે સંબંધો પૂરા કરી નાંખ્યા હતા. તેમજ તેણે લગ્ન કરવાનું પણ નક્કી કરી નાંખ્યું હતું.
બીજી તરફ પ્રેમિકાએ સંબંધ તોડી નાંખતા યુવકે યુવતીની અશ્લીલ તસવીરો ફેક મોબાઇલ નંબરથી વાયરલ કરી દીધા હતા. યુવતીના અશ્લીલ ફોટા મુદ્દે તેની માતાને સંબંધી મારફત આ અંગે ખબર પડી હતી. આથી તેની માતાએ આરોપી સામે સાઇબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી છે.