શોધખોળ કરો
અમદાવાદ: યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો ને અચાનક જ ઉંડામાં ખાડામાં પડ્યો પછી શું થયું? જાણીને ચોંકી જશો
બાઈક સવારને ભૂવામાં પડતો જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાઈક સવારને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ ક્રેઈનની મદદથી બાઈકને પણ બહાર કાઢ્યું હતું.
![અમદાવાદ: યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો ને અચાનક જ ઉંડામાં ખાડામાં પડ્યો પછી શું થયું? જાણીને ચોંકી જશો Ahmedabad man falls in deep pit with bike અમદાવાદ: યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો ને અચાનક જ ઉંડામાં ખાડામાં પડ્યો પછી શું થયું? જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/12120508/Ahmeadbad.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદના નરોડાથી દહેગામ જવાના રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવાર નિશ્ચિત થઈને બાઈક ચલાવી રહ્યો હતો. પરંતુ અચાનક જ રસ્તા પર મોટો ભૂવો પડી ગયો અને તે બાઈક સાથે તેમાં ગરકાવ થઈ ગયો હતો. બાઈક સવારને ભૂવામાં પડતો જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાઈક સવારને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ ક્રેઈનની મદદથી બાઈકને પણ બહાર કાઢ્યું હતું.
આ અકસ્માત નજરે જોનારા લોકો એવો રોષ વ્યક્ત કરતા હતા કે, આ વખતે અમદાવાદમાં સૌરાષ્ટ્ર જેવો વરસાદ પણ પડ્યો નથી છતાં પણ અમદાવાદમાં એકપણ રસ્તો સારાં રહ્યાં નથી. વરસાદને લીધે રસ્તા પર પડી ગયેલા ખાડાઓથી લોકો પરેશાન જોવા મળ્યાં છે.
હજુ પણ અમદાવાદના રસ્તાઓ પર માત્ર થિગડાં મારીને તંત્ર કામ કર્યાંનો સંતોષ માની રહી છે. અમદાવાદમાં એકપણ જગ્યાએ રસ્તાઓનું લેવલિંગ કરીને અને ખાડામાં યોગ્ય પુરણ કરીને નવો ડામર પાથરવામાં આવ્યો હોય તેવું દેખાતું નથી.
![અમદાવાદ: યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો ને અચાનક જ ઉંડામાં ખાડામાં પડ્યો પછી શું થયું? જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/12120514/Ahmeadbad1.jpg)
![અમદાવાદ: યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો ને અચાનક જ ઉંડામાં ખાડામાં પડ્યો પછી શું થયું? જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/12120520/Ahmeadbad2.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)