શોધખોળ કરો
Advertisement
અમદાવાદનું કયું જાણીતું ખાણીપીણી બજાર બંધ કરાયું, જાણો વિગતે
કોરોના મહામારીના કારણે હોટેલો અને ખાણીપીણી બજાર રાતે 10 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાય છે.
અમદાવાદઃ માણેકચોકમાં ખાણીપીણી બજારમાં પાર્સલ સેવા શરૂ કરતા વિવાદ થયો હતો. જેને પગલે મ્યુનિ.એ બુધવારે સાંજે ખાણીપીણી બજાર બંધ કરાવી દીધું હતું. અગાઉ શરૂ કરવામાં આવ્યું ત્યારે સાંજે 8થી 10 વાગ્યા દરમિયાન જ પાર્સલ સેવા શરૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, રવિવારે હેપી સ્ટ્રીટ ખાણીપીણી બજાર પણ બંધ કરાયું હતું.
કોરોના મહામારીના કારણે હોટેલો અને ખાણીપીણી બજાર રાતે 10 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાય છે. તેમ છતાં ઈસ્કોન બ્રિજના છેડે આવેલા ગણેશ ચોક ખાતેના ખુલ્લા પ્લોટમાં ભરાતું ખાણી-પીણી બજાર રાતે 10.30 વાગ્યે પણ ચાલુ જ હતું.
દરમિયાનમાં સેટેલાઈટ પીઆઈ જે.બી.અગ્રાવત સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા ત્યારે ત્યાંનું બજાર ચાલું જ હતું. પોલીસે સ્થળ પરથી 8 લારી સાથે તેના માલિકની ધરપકડ કરી હતી. આ તમામ સામે સેટેલાઇટ પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો.
IPL 2020 પહેલા ડ્વેન બ્રાવોએ રચ્ચો ઈતિહાસ, T-20માં 500 વિકેટ લેનારો બન્યો વિશ્વનો પ્રથમ બોલર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion