શોધખોળ કરો

Ahmedabad: નવરાત્રિ દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો, દર 20 મિનિટે મળશે ટ્રેન

Ahmedabad Metro: નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad: હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. આ દરમિયાન તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ તારીખ 17 થી 23 સુધી મેટ્રો રાત્રીના 2 વાગ્યા સુધી ચાલશે. નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિના 10 થી 2 વાગ્યા સુધી દર 20 મિનિટે મેટ્રો ટ્રેન મળશે.

Ahmedabad: નવરાત્રિ દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો, દર 20 મિનિટે મળશે ટ્રેન

નવરાત્રિનું આજે ત્રીજું નોરતું છે. આ દરમિયાન ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે, જેથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપવામાં આવી છે. તમામ એસપી અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે. પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના અપાઈ છે.

આસ્થા-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિના પ્રથમ નોરતાંમાં જ વાહન અકસ્માતથી ઈજાના કેસમાં સામાન્ય દિવસોની સરખામણીએ 17 ટકાનો વધારો થયો છેત્યારે વાહન અકસ્માતો અટકાવવા અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ કાબુમાં કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. 

નવરાત્રિ અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક્શન પ્લાનની માહિતી આપતા અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક DCP નીતા દેસાઈએ કહ્યું કે અત્યાર સુધી મોડી રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક વિભાગના 1500 જવાનો બંદોબસ્તમાં હતા, હવે તેમાં 600નો વધારો કરીને 2100 જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.અમદાવાદ શહેરમાં 113 પોઇન્ટ એવા છે જ્યાં વધારે ટ્રાફિક થાય છે. નવરાત્રિ દરમિયાન સ્પેશિયલ 600 જવાનોને મોડી રાત દરમિયાન ટ્રાફિક નિયમનમાં રહેશે. વધારે ટ્રાફિક થતાં શહેરના વિસ્તારોમાં નવી સ્પેશિયલ ટીમ મૂકવામાં આવી છે. મોડી રાત્રે ટ્રાફિકના જવાનો રેડિયમ વાળા જેકેટ પહેરીને હાજર રહેશે. 

નીતા દેસાઈએ કહ્યું હતું કે, ડ્રીંક એન્ડ ડ્રાઈવને લઈને ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં રહશે. ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને ઓવર સ્પીડ કાર ચલાવશે તો તેની સામે કાર્યવાહી થશે. ટ્રાફિક વિભાગ 150 જેટલા બ્રેથ એનેલાઈઝર મશીન અને કુલ 39 સ્પીડ ગનનો ઉપયોગ કરશે. 9 ઈન્ટરસેપ્ટ વાન હાઇવે પર હાજર રહેશે. ટ્રાફિકના નિયમોનું ધ્યાન રાખીને તહેવારોની ઉજવણી કરવી જોઈએ. ટ્રાફિક વિભાગ નવરાત્રી નહીં ઉજવે પણ તમે નવરાત્રી ઉજવી શકો તે માટે અમે બંદોબસ્તમાં રહીશું. નવરાત્રી દરમિયાન ટ્રાફિક વિભાગ, લોકલ પોલીસ અને શી ટીમ હાજર રહેશે. ચાલુ ગરબા દરમિયાન રોમિયોગીરી કરતા લોકોની શી ટીમ ધરપકડ કરશે.

આ પણ વાંચોઃ

Navratri 2023: નવરાત્રિમાં ભૂલથી પણ ન કરો આ 10 કામ, માતા થઈ જાય છે ક્રોધિત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

Embed widget