શોધખોળ કરો

Ahmedabad: બેફામ કારે એકનો જીવ લીધો, મોડી રાત્રે નારોલમાં સિક્યૂરિટી ગાર્ડને બેકાબુ બનેલી કારે કચડી નાંખ્યો

અમદાવાદના નારોલ વિસ્તારમાં માડી રાત્રિએ એક મોટી દૂર્ઘટના ઘટી હતી, જેમાં એક સિક્યૂરિટી ગાર્ડનું મોત થઇ ગયુ હતુ

Ahmedabad Murder Case: અમદાવાદના નારોલ વિસ્તારમાં માડી રાત્રિએ એક મોટી દૂર્ઘટના ઘટી હતી, જેમાં એક સિક્યૂરિટી ગાર્ડનું મોત થઇ ગયુ હતુ. શહેરના ન્યૂ નારોલ વિસ્તારમાં એક સોસાયટીના ગેટ પાસે સિક્યૂરિટી ગાર્ડ પોતાની ફરજ બજાવી રહ્યો હતો, તે સમયે અચાનક બેફામ બનેલી કારે આવીને ટક્કર મારી હતી, આ ટક્કરમાં સિક્યૂરિટી ગાર્ડનું કચડાઇ થતાં મોત થયુ હતુ. ઘટનાની વિગતો એવી છે કે, અમદાવાદના ન્યૂ નારોલ વિસ્તારમાં સિક્યૂરિટી ગાર્ડ પર ગાડી ફેરવીને હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારની નીલકંઠ રેસિડેન્સીમાં ગઇ રાત્રિ દરમિયાન આ ઘટના ઘટી હતી. અહીં એક કાર ચાલકે ડ્રાઇવિંગ દરમિયાન પોતાની કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધુ હતુ, આ પછી સોસાયટીના ગેટ પર ફરજ બજાવતા સિક્યૂરિટી ગાર્ડને આ બેકાબૂ બનેલી કારના ડ્રાઇવરે કચડી નાંખીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, મૃતક સિક્યૂરિટી ગાર્ડ કિશનનું ઘટના સ્થળે જ મોત થતાં લોકોમાં ભય ફેલાયો છે. હાલમાં કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ મોત અંગે ફરિયાદ નોંધાઇ છે. 

2 વર્ષની માસૂમ બાળકીની માત્ર આ કારણે પિતાએ જમીન પર પટકાવીને કરી દીધી હત્યા, જાણો શું છે મામલો

દ્વારકામાં હૃદયને હચમચાવી દેતી ઘટના બની છે. અહીં પિતાએ  બે વર્ષની દીકરીની હત્યાની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે. બાળકી ખૂબ રડતી હોવાથી ઉશ્કેરાયેલા પિતાએ એવું ઘાતકી પગલું ભર્યું કે માસૂમે જિંદગી ગુમાવી, દ્રારકામાં પિતા પર 2 વર્ષની માસૂમની હત્યા કર્યાનો આરોપ છે.  મળતી માહિતી મુજબ બાળકી ખૂબજ રડતી હોવાથી ગુસ્સે થયેલા પિતાએ તેમને ક્રૂરતાથી જમીન પર પટકી પટકીને મારી નાખી. સમગ્ર ઘટના દ્રારકાના રાવડા તળાવ નજીકની છે. બાળકી ખૂબ જ રડતી હોવાથી  પિતાએ આવુ રાક્ષસી પગલુ ભર્યાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.

અમદાવાદમાં પિતાએ બાળકીની કરી હત્યા

અમદાવાદમાં પણ 2 દિવસ પહેલા આવી જ ઘટના બની હતી, જેમાં પિતાએ પુત્રીની હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના શાહેર કોટડા વિસ્તારમાં પિતાએ  5 માસની માસૂમ  દીકરીનું  ગળું અને મોં દાબીને હત્યા કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાને લઇને માતાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, આ મામલે પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

વોન્ટેડ આરોપીની 20 વર્ષ બાદ UPથી ધરપકડ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મહિલાની હત્યા કરી માથું ધડથી છૂટું કરી દેનાર વોન્ટેડ આરોપીની 20 વર્ષ બાદ ઉત્તરપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના કાપોદ્રામાં વર્ષ 2004માં થયેલા ચકચારી મર્ડર કેસના વોન્ટેડ આરોપી અંગે પોલીસને બાતમી મળી હતી. પોલીસે આ મામલે વર્કઆઉટ કરી યુપીમાં અયોધ્યા જિલ્લાના બદનપુર ખાતેથી વિજય બહાદુર ઉર્ફે પપ્પુ રામકુમાર ચૌહાણને પકડી પાડ્યો હતો. 

પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ષ 2004માં આરોપી વિજય તેના દૂરના મામા રામસજીવન ચૌહાણ અને તેમની પત્ની રામવતી સાથે પુણાગામમાં વલ્લભનગરમાં ભાડેથી રહેતો હતો. તે સમયે મામા રામસજીવનને તેમની પત્ની રામવતીના ચારિત્ર્ય પર શંકા ઉપજી હતી. જેથી રામસજીવને ભાડુઆત અને દૂરના ભાણેજ સાથે મળી હત્યાનો કારસો ઘડ્યો હતો. 

રામસજીવન તેની પત્નીને બહાર ફરવા લઇ જવાના બહાને પુણા નહેર પાસે એક ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં પહેલેથી જ વિજય અને રત્નાકર સંતોષ હાજર હતા. બંનેએ રામવતીના હાથ- પગ પકડી રાખ્યા હતા. રત્નકારે ચપ્પુ વડે રામવતીનું ગળું કાપી નાંખી તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું. ત્યારબાદ તેણીના શરીર પરના કપડાં કાઢી નાંખી માથું કપડામાં વીંટાળી તેઓ ચાલ્યા ગયા હતા. લાશની ઓળખાય ન થાય એ માટે વિજયે માથું પુણા નહેરમાં ફેંકી દીધું હતું. હત્યા બાદ એ વતન ભાગી ગયો હતો. ક્રાઈમ બ્રાંચને 20 વર્ષે વિજયને પકડવામાં સફળતા મળી છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget