International Kite Festival: રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ, 55 દેશના 153 પતંગબાઝો ઉડાડશે પતંગ
ગુજરાતમાં ઉતરાયણનું ખુબ જ મહત્વ છે, આગામી 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર છે, પરંતુ આ પહેલા ગુજરાત સરકાર પતંગમહોત્સવને આજે ખુલ્લુ મુકશે
International Kite Festival: ગુજરાતમાં ઉતરાયણનું ખુબ જ મહત્વ છે, આગામી 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર છે, પરંતુ આ પહેલા ગુજરાત સરકાર પતંગમહોત્સવને આજે ખુલ્લુ મુકશે. આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ થઇ રહ્યો છે. આજથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 7 થી 12 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યુ છે, જેમાં 55 દેશના 153 પતંગબાજો ઉડાડવા અમદાવાદમાં આવશે. રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના નેતાઓ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આજે હાજર રહેશે.
આજથી અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવાલનો શુભારંભ થઇ રહ્યો છે. આજથી એટલે કે 7 થી 12 જાન્યુવારી સુધી અમદાવાદ ખાતે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થશે. રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત પ્રવાસન વિભાગના મંત્રી મુળુ બેરા પણ પ્રસંગે હાજર રહેશે. ગુજરાત સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા કરવામાં આ ખાસ પ્રકારના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. અમદાવાદના વલ્લભ સેવા સદન રિવરફ્રન્ટ ખાતે આજથી આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે. આમાં 55 દેશના 153 પતંગબાઝો આવશે અને પતંગ ઉડાડશે. આ ઉપરાંત ગુજરાત બહારના 12 રાજ્યોના 68 પતંગબાઝો પણ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. ગુજરાત રાજ્યના 23 શહેરોના 865 પતંગબાઝો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં લોખંડી બંદોબસ્ત, 7000 જવાનો તૈનાત રહેશે, 6 લેયરમાં ગોઠવાશે બંદોબસ્ત
ગુજરાતમાં આગામી દિવસોમાં શરૂ થનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ને લઇને લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને પોલીસ કાફલાને ખડેપગે રાખવાનો આદેશો અપાયા છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને 7 હજાર જેટલા પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત રહેશે, આ ઉપરાંત સમિટનું સુપરવિઝન ડ્રૉન મારફતે કરવામાં આવશે.
તાજા માહિતી અનુસાર, આગામી 10મી જન્યુઆરીથી 12 સુધી ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 યોજાશે. આ સમિટને લઇને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઠેક ઠેકાણે સુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 7 હજારથી પણ વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. વડાપ્રધાન અને અન્ય દેશના વડા જે સ્થળે જવાના છે, ત્યાં એન્ટી ડ્રૉન સિસ્ટમ કાર્યરત રહેશે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બંદોબસ્તમાં ADGP રેન્કના એક અધિકારી સુપરવિઝન કરશે, આમાં 6 આઇજી - ડીઆઈજી બંદોબસ્તનો મોરચો સંભાળશે. 21 એસપી વાઇબ્રન્ટના બંદોબસ્તમાં ફરજ નિભાવશે. ડીવાયએસપી અને પીઆઈ સહિત 7000 જવાનો તૈનાત રહેશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે 6 લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર, હેલિપેડ, ગિફ્ટ સિટી સહિતની જગ્યાઓ પર પોલીસ ખડેપગે રહેશે.