AHMEDABAD : ખોખરા-મણિનગરને જોડતા બ્રિજનું કામ પૂર્ણ, સાડા ત્રણ વર્ષ બાદ ખુલશે
Ahmedabad News : વર્ષ 2017 માં બ્રિજનો ભાગ તૂટી પડતા બ્રિજ બંધ કરાયો હતો. બ્રિજ ખુલ્લો મુકાતા અંદાજે 4 કિલોમીટરનું અંતર ઓછું થવાની ગણતરી લગાવવામાં આવી છે.
Ahmedabad : અમદાવાદના મણિનગર ખોખરા વિસ્તારને જોડતા બ્રિજને આખરે ત્રણ વર્ષ બાદ ખુલ્લો મુકવામાં આવશે. 75 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ બ્રિજને વર્ષ 2017ના અંતમાં વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતો. પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડી.થારાના શાસનમાં ખોખરા બ્રિજનો ભાગ તૂટીને રેલવેના પાટા ઉપર પડવાના કારણે રેલવે અને AMC દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.
ચાર વર્ષ બાદ 9 ઓગષ્ટના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા બ્રિજ ખુલ્લો મુકવામાં આવનાર છે.બ્રિજ ખુલ્લો મુકાતા અંદાજે 4 કિલોમીટરનું અંતર ઓછું થવાની ગણતરી લગાવવામાં આવી છે.બ્રિજના નવીનીકરણ માટે બંને તરફ રેલવે પ્રશાસન દ્વારા વિશેષ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જેના કારણે ટ્રેનની અવરજવરના સમયમાં બ્રિજને નુકશાન ન થાય.
ઈસનપુરમાં ગૌવંશના ટૂકડા મળતા સ્થાનિકોમાં રોષ
અમદાવાદના ઇસનપુરમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિર બહાર આજે વહેલી સવારે ગૌવંશના ટુકડા મળી આવ્યા હતા. જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દૂભાઈ છે અને લોકોમાં ભારે આક્રોશ છે. સ્થાનિકોએ 24 કલાકમાં આરોપીઓને પકડવા માંગ કરી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બીજી તરફ હિંદુ સંગઠનોએ બંધનું એલાન જાહેર કર્યું છે. જો કે, પોલીસે હિંદુ સંગઠનો સાથે મંત્રણા કરી આ પ્રકારની ઘટના ના બને તેનું ધ્યાન અને તકેદારી રખાશે તેવી ખાતરી આપી હતી. આ અંગે ACPએ નિવેદન આપતા કહ્યું કે, સમગ્ર મુદ્દે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. ગાય છે કે અન્ય પ્રાણી તેના આધારે ગુનો નોંધવામાં આવશે. સાથે અપીલ કરી છે કે, શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખે. દુકાનદારો પોતાનો વ્યવસાય ચાલુ રાખે.
આ બાબતને લઈને હિન્દુ સંગઠનોએ ચીમકી આપી હતી કે જો 24 કલાકમાં આરોપી ઝડપાશે નહિ તો કાલે ઇસનપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં.આવશે. હાલમાં વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની એજન્સી આ કેસમાં તપાસમાં લાગી છે.