શોધખોળ કરો

સામાજિક સંસ્થામાં રાજકીય કદ વધારવા દાન જાહેર કર્યા બાદ આપતા નથીઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલનો રાજકીય આગેવાનો પર પ્રહાર

Ahmedabad News: જયસુખ પટેલના બચાવમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલ પણ મેદાનમાં આવ્યા છે. આ બાબતે તેમણે જણાવ્યું કે, જયસુખ પટેલના કિસ્સામાં ધર્મ કરતાં ધાડ પડી હોવાની ઘટના બની.

Ahmedabad News: પરોપકાર વિશે એવું કહેવામાં આવે છે કે હમણાં હાથથી આપેલા દાન અંગે ડાબા હાથને પણ ખબર ના પડવી જોઈએ. જોકે રાજકીય આગેવાનો સમાજમાં પોતાનું કદ મોટું કરવા અને પ્રભાવ પાડવા બિલકુલ ઉલટું કરે છે. જાહેરમાં મોટી રકમના દાનની જાહેરાત તો કરે છે પરંતુ દાનની રકમ આપતા નથી. આવા માત્ર જાહેરાત કરનાર રાજકીય દાનવીરો સામે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલે આવા લોકોને આડે હાથ લેતા જણાવ્યું કે, કેટલાક લોકો સામાજિક સંસ્થા માટે રાજકીય હેતુ માટે દાન જાહેર કર્યા બાદ આપતા નથી. રાજકીય મહત્વાકાંક્ષાથી દાન જાહેર કરતા હોય છે, રાજકીય હેતુથી જાહેર કરેલું દાન સમયસર આવતું નથી. રાજકીય હેતુ પૂરો નથી થતો ત્યાં સુધી દાન આપતા નથી. સામાજિક સંસ્થામાં રાજકીય કદ વધારવા દાન જાહેર કર્યા બાદ આપતા નથી.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ વિશે શું કહ્યું

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને ધંધાકીય હરીફાઇના કારણે ટાર્ગેટ કરાયા હોય તેવું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખને લાગી રહ્યું છે. જ્યારથી આ ગોઝારી ઘટનામાં જયસુખ પટેલને આરોપી દર્શાવવામાં આવ્યા છે ત્યારથી સમયાંતરે તેમને બચાવવા સંદર્ભે નિવેદનો આવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા હોય, કથાકાર મોરારી બાપુ હોય કે અન્ય પાટીદાર અગ્રણીઓના ભૂતકાળમાં આવા નિવેદનો આવ્યા છે ત્યારે હવે આરોપી જયસુખ પટેલના બચાવમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલ પણ મેદાનમાં આવ્યા છે. આ બાબતે તેમણે જણાવ્યું કે, જયસુખ પટેલના કિસ્સામાં ધર્મ કરતાં ધાડ પડી હોવાની ઘટના બની. સદભાવથી કરેલા કાર્યમાં આવી ઘટના બની છે. આ અઘટિત ઘટના બની તે માટે ટાર્ગેટ કરી નિમિત બનાવાયા. વ્યક્તિનો ઇરાદો જોવામાં આવે છે, વ્યક્તિએ પૌરાણિક ધરોહરને બનાવવા કાર્ય કર્યું.. કોઇની જાન લેવાનો ઉદ્દેશ્ય ન હોય એના માટે જવાબદાર ઠેરવી વાત કરીએ એ વ્યાજબી નથી.  કાયદા હેઠળ જે આવતું હોય એ કરવુ જોઇએ. કોઇ સામાજિક સંસ્થા સરકાર પર દબાણ કરતી નથી. કાયદો કોઇના દબાણ હેઠળ કામ કરતો નથી. ધંધાકીય રાજકીય સ્પર્ધામાં કેટલાક તત્વો કામ કરતા હોઇ શકે.

મોરબી પાસેથી નકલી ટોલનાકા સંદર્ભે જયરાજ પટેલ પર પાટીદાર સમાજના કેટલાક લોકો દ્વારા જ સિદસર સંસ્થામાંથી પદ છોડવાનું દબાણ થઈ રહ્યું છે. આ બાબતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલે પણ જયરાજ પટેલ પર આડકતરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, સામાજિક અને રાષ્ટ્રને લગતો મુદ્દો છે, રાષ્ટ્રને નુકસાન કરતી પ્રવૃતિ કરવી અયોગ્ય છે. સમાજના આગેવાનોએ આ વાતનું ધ્યાન રાખવુ જોઇએ. રાષ્ટ્ર વિરોધી કાર્ય કોઈ વ્યક્તિએનાં કરવું જોઈએ. જાહેર જીવનના સમાજના વ્યક્તિએ જાતે મૂલ્યાંકન કરવું જોઈએ. સમાજને દિશા મળે એ પ્રમાણોનું કાર્ય કરવુ જોઇએ.

હિન્દુઓમાં એકતા ઓછી અને જ્ઞાતિ એકતા વધુઃ નીતિન પટેલ; અમિત શાહને લઈ કહી આ વાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકાથી મોંઘવારીની એન્ટ્રીHun To Bolish : હું તો બોલીશ : કોના પાપે મોત ?Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Embed widget