Ahmedabad : રક્ષાબંધનના દિવસે વટવા પોલીસે બહેનો માટે કર્યું એવું કામ, જાણીને તમે પણ કહેશો વાહ!
Ahmedabad News : રક્ષાબંધનના પવિત્ર પર્વ પર વટવા પોલીસે પોતાના વિસ્તારની બહેનોની ઉદાસીનતા દૂર કરી.
Ahmedabad : પોલીસને પ્રજાનો રક્ષક કહેવામાં આવે છે..પરંતુ તેનાથી વિશેષ કહીએ તો, અમદાવાદ પૂર્વમાં આવેલું વટવા પોલીસ સ્ટેશન ના માત્ર જનતાની રક્ષા કરે છે પરંતુ પોતાના વિસ્તારમાં રહેલા લોકોની ચિંતા પણ કરે છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર વટવા પોલીસે પોતાના વિસ્તારની બહેનોની ઉદાસીનતા દૂર કરી.
ભાઈ વિહોણી બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી
રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર અમદાવાદ પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે યુવતી કે મહિલાને પોતાનો ભાઈ ન હોય તેમને પોલીસે પોતાના કાર્યક્રમમાં આમંત્રિત કરી ભાઈ તરીકે રાખડી બંધાવી અને તહેવારની ઉજવણી કરી હતી.. વટવા પોલીસનો આ ઉમદા કાર્યક્રમ જનતા વચ્ચેની નીકળતા અને વિશ્વાસ વધારવા માટે કરવામાં આવ્યો હતો.જેમાં સ્થાનિક મહિલાઓ અને કિશોરીઓએ વટવા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓને રક્ષાબંધનના પવિત્ર પર્વ પર રાખડી બાંધી તહેવારની ઉજવણી કરી હતી.
ભાઈ વિહોણી અનેક બહેનોના ચહેરા પર આનંદ
વટવા પોલીસ દ્વારા યોજવામાં આવેલા રક્ષાબંધનના આ કાર્યક્રમને પગલે ભાઈ વિના વિલાયેલા મોઢે બેઠેલી અનેક બહેનોના મુખ પર રાખડી બાંધીને ખુશી છવાઈ ગઈ હતી. સાથે જ રક્ષાબંધનને દિવસે તમામ પોલીસ ભાઈઓએ રાખડી બાંધનાર બહેનોને રક્ષાનું વચન આપ્યું હતું.
300 જેટલી બહેનોએ કાર્યક્રમમાં ભાગ લીધો
વટવા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક વિસ્તારની અંદાજે 250 થી 300 જેટલી બહેનો આ કાર્યક્રમમાં હાજર રહી હતી.પોલીસે રક્ષાબંધનના પર્વની સાથે સાથે અલગ અલગ કોમના લોકો વચ્ચે કોમી એકખલાસનો મેસેજ જાય અને બધા એકબીજા સાથે હળી મળીને રહે તેઓ પણ એક ઉમદા મેસેજ પાઠવ્યો હતો.
પોલીસ જવાનોએ સુરક્ષાનું વચન આપ્યું
રક્ષાબંધનના પર્વ પર સ્થાનિક યુવતીઓ અને મહિલાઓ પાસે રાખડી બંધાવીને પોલીસેના માત્ર તેમને સુરક્ષાનું વચન આપ્યું હતું. પરંતુ સાથે સાથે સુતરના આ તાતણાથી જનતા અને પોલીસ વચ્ચે એક સંબંધ પણ પ્રસ્થાપિત થયો હતો, જેની ખુશી દરેક બહેનોના મુખ પર જોવા મળી હતી.
આ પણ વાંચો :
AHMEDABAD : સ્કૂલે વાલીઓને કહ્યું, ચડ્ડા અને નાઈટડ્રેસ પહેરીને નહીં, યોગ્ય કપડાં પહેરીને બાળકોને મુકવા આવો
Crime News : પોતાની પુત્રીની ઉંમરની સહકર્મીની 20 વર્ષની પુત્રી સાથે CISF જવાને શારીરિક અડપલાં કર્યા, ફરિયાદ બાદ અટકાયત