ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, એએમસી, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને શું કર્યો મહત્વનો આદેશ? જાણો વિગત
Gujarat High Court: નેશનલ હાઇવેથી શહેરને મળતા રસ્તાઓ ઉપરના ટ્રાફિક નિયમન બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ કહી કોર્ટે જણાવ્યું, હાઇવે પર થતા અકસ્માતોના આંકડા ચોંકાવનારા છે.
Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને મહત્વનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, 15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે. રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. હેલ્મેટના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાત પણે કરાવવામાં આવે. ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર પિલિયન રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવે.
માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી નહીં થઈ શકે: ગુજરાત હાઈકોર્ટ
ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા કરવા હાઇકોર્ટે ટકોર કરી હતી. કોર્ટે કહ્યું, સીસીટીવી કેમેરાની મદદથી માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી નહીં થઈ શકે. અધિકારીઓ મનસ્વી રીતે વર્તશેએ પણ ચલાવી નહીં લેવાય. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે.
હાઇવે પર થતા અકસ્માતોના આંકડા ચોંકાવનારાઃ ગુજરાત હાઈકોર્ટ
નેશનલ હાઇવેથી શહેરને મળતા રસ્તાઓ ઉપરના ટ્રાફિક નિયમન બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ કહી કોર્ટે જણાવ્યું, હાઇવે પર થતા અકસ્માતોના આંકડા ચોંકાવનારા છે. રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ.
અમદાવાદ પોલીસ દ્વારા 22 જૂનથી 30 જૂન એમ 10 દિવસ સુધી સ્પે. ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી. શહેરમાં દિવસે દિવસે વધી રહેલ માર્ગ અકસ્માતને રોકવા પોલીસ દ્વારા આ સ્પે. ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે અંતર્ગત શહેરના તમામ માર્ગો પર પોલીસ ચેકિંગ હાથ ધર્યું હતું અને રોંગ સાઈડમાંથી આવતા વાહન ચાલકોને પકડ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ બેફામ રીતે રોંગ સાઈડમાં ઘુસી જતા વાહનોના કારણે પ્રતિદિન અનેક અકસ્માતો થતા હોય છે. રોજ 15 થી વધુ અકસ્માત આ રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોના કારણે થતા હોય છે. જેના કારણે આ સ્પે ટ્રાફિક ડ્રાઈવનો નિર્ણય કરાયો હતો. NCRBના ડેટા મુજબ શહેરમાં વર્ષ 2022માં 106 હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતની ઘટનામાં કૂલ 62 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ભારતમાં શીખ સમુદાયના લોકોને હેલ્મેટ વિના વાહન ચલાવવાની છૂટ છે. આનું કારણ એ છે કે શીખ સમુદાયના લોકો ચોક્કસપણે તેમના માથા પર પાઘડી પહેરે છે. ઘણાં લેયર સાથે બંધાયેલી પાઘડી ઉપર હેલ્મેટ ફીટ નથી બેસતું. આ કારણે તે હેલ્મેટ નથી પહેરી શકતાં. તેના સિવાય લોકો હેલ્મેટ પહેરીને ટૂવ્હીલર ચલાવવાનો નિયમ તેમની સુરક્ષા માટે બનાવવામાં આવ્યો હતો. હેલ્મેટ માથાને ગંભીર ઈજાથી બચાવવાનું કામ કરે છે. શીખ સમાજના લોકોનું આ કામ તેની પાઘડીથી થઈ શકે છે.
આ પણ વાંચોઃ
ડેલમાં મોટી છટણીની જાહેરાત, અનેક મોટા અધિકારી સહિત 12000થી વધુ કર્મચારીની જશે નોકરી