Ahmedabad : સગીરાને હોટલમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધનાર આરોપીએ પોલીસથી બચવા શું અપનાવ્યો પેંતરો?
વિજય ભરવાડે સગીરાનો કોન્ટેક્ટ નંબરમિત્રોને આપ્યો હતો. તેના બે મિત્રો સગીરા સાથે અવાર-નવાર ફોન પર વાતચીત કરતાં હતાં. ૉસગીરાને લલચાવી-ફોસલાવી મળવા બોલાવી પોતાની સ્વીફ્ટ ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા.
અમદાવાદઃ શહેરના ચાંદખેડ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર 3-3 યુવકોએ ગેંગરેપ કરતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને અડલાજની હોટેલમાં લઈ જઈને ૩ મિત્રોએ ગેંગ રેપ કર્યો હતો. શૈલેષ ભરવાડ, વિજય ભરવાડ અને અન્ય એક વિજય ભરવાડ દ્વારા સગીરાને પીંખી નાંખી હોસ્પિટલમાં મૂકી ફરાર થઈ ગયા હતા. જોકે, ચાંદખેડા પોલીસે ગેંગરેપનો ગુનો નોંધી ગણતરીની કલાકમાં જ આરોપીઓને જેલબેઘા કરી દીધા છે.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આજે સવારે પોલીસે બાતમીને આધારે ટોલ ટેક્સ પાસેથી કારમાં જ ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે. વિજય ભરવાડે સગીરાનો કોન્ટેક્ટ નંબર તેના મિત્રોને આપ્યો હતો. તેના બે મિત્રો સગીરા સાથે અવાર-નવાર ફોન પર વાતચીત કરતાં હતાં. આ બંનેએ સગીરાને લલચાવી-ફોસલાવી મળવાને બહાને બોલાવી પોતાની સ્વીફ્ટ ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા.
પોલીસથી બચવા આરોપી શૈલેષ ભરવાડે માથાના વાળ નાના કરાવી દાઢી કાઢી નાંખી હતી. શહેરની સગીરાને અડાલજની હોટલમાં લઈ જઈ બે શખ્સે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. 10 જુલાઈએ ગેંગ રેપ બાદ પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝૂંડાલ સર્કલથી ઝડપી પાડ્યા હતા. સગીરા લોહીલુહાણ થતા ઓરપા હોસ્પિલમાં મુકી ભાગી ગયા હતા.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, જગતપુરમાં રહેતા શૈલેષ ભરવાડના સંપર્કમાં આ સગીરા આવી હતી. દરમિયાન 10 જુલાઇએ શૈલેષે ફોન કરીને સગીરાને મળવા માટે ગોદરેજ ગાર્ડન સિટી ખાતે મળવા બોલાવી હતી. સગીરા મળવા પહોંચી ત્યારે શૈલેષ તેના બે મિત્રો સાથે કાર લઈને ઉભો હતો.
સગીરા આવતાં તેને કારમાં બેસાડી અડાલજની એક હોટલમાં લઈ ગયા હતા. અહીં રૂમમાં શૈલેષે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તેના બે મિત્રોએ પણ સગીરા પણ વારા ફરતી બળાત્કાર ગુજાર્યો હતો. જેને કામે સગીરાના ગુપ્તાંગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને બેભાન થઈ ગઈ હતી.
આમ, સગીરાની તબિયત બગડતા ત્રણેય તેને કારમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા હતા તેમજ અહીં હોસ્પિટલના સ્ટાફને સગીરા રસ્તામાં ચક્કર ખાઈને પડી ગઈ હોવાથી અહીં લાવ્યા હોવાનું કહીને એડમિટ કરાવી હતી અને પછી ત્યાંથી નકળી ગયા હતા. ચાંદખેડા પોલીસે ત્રણેય સામે ગેંગરેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.