શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં નાઇટ કર્ફ્યૂને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, પોલીસ કમિશ્નરે શું કરી જાહેરાત?
કોરોના કાળમાં આવી રહેલી 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસે મોટું એલાન કર્યું છે. 31મી ડિસેમ્બરે પણ રાતના નવ વાગ્યા બાદ કર્ફ્યૂ અમલી રહેશે. જેને કારણે હવે અમદાવાદમાં 31મી ડિસેમ્બર સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે, તે નક્કી થઈ ગયું છે.
અમદાવાદઃ ગુજરાતમાંમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યા પછી અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. જોકે, છેલ્લા થોડાક દિવસોથી કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે હવે શહેરમાં નાઇટ કર્ફ્યૂ ક્યાં સુધી અમલી રહેશે, તેના પર સૌની નજર છે. ત્યારે હવે નાઇટ કર્ફ્યૂલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
કોરોના કાળમાં આવી રહેલી 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસે મોટું એલાન કર્યું છે. 31મી ડિસેમ્બરે પણ રાતના નવ વાગ્યા બાદ કર્ફ્યૂ અમલી રહેશે. જેને કારણે હવે અમદાવાદમાં 31મી ડિસેમ્બર સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે, તે નક્કી થઈ ગયું છે.
31મી ડિસેમ્બરે પણ નાઇટ કર્ફ્યૂ હોવાથી ઉજવણી નહીં થાય. સૂચના છતા પણ જો કોઈ ઉજવણી કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. 31મી ડિસેમ્બરે પોલીસ એક્સક્લુઝિવ ડ્રાઇવ પણ કરશે. ખાનગી પ્લોટો, ફાર્મ હાઉસો પર પોલીસ નજર રાખશે. કોઈ જગ્યાએ પાર્ટીની માહિતી મળશે, તો પોલીસ તપાસ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement