શોધખોળ કરો
Advertisement
અમદાવાદ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, દારૂની રેડ પાડવા ગયેલી પોલીસને મળી 37 લાખની રોકડ
આ રેડમાં પોલીસને બન્ને પાસેથી માત્ર એક જ દારૂની બોટલ મળી હતી પણ લાખો રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
અમદાવાદઃ શહેરના ઇસનપુર વિસ્તારમાં દારૂની રેડ પાડવા ગયેલી પોલીસને લાખો રૂપિયાની રોકડ મળી આવી છે. સોનલ ચંદ્રાત્રે અને શાર્દુલ ચંદ્રાત્રેના કબ્જામાં દારૂ હોવાની પોલીસને બાતમી મળી હતી જેને ધ્યાનમાં રાખીને પોલીસે દરોડો પાડ્યો હતો.
જોકે આ રેડમાં પોલીસને બન્ને પાસેથી માત્ર એક જ દારૂની બોટલ મળી હતી પણ લાખો રૂપિયા રોકડા મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ પોલીસે રૂમમાં કબાટમાં ચેક કરતા એક સ્કુલ બેગ મળી આવી હતી જે સ્કૂલ બેગમાં 10 થી લઈને 500 રૂપિયા સુધીની ૬.૨૦ લાખની કિંમતની નોટો મળી આવી હતી, તે બાદ પોલીસે પેટીપલંગ ખોલી તપાસ કરતા તેમાંથી એક થેલીમાંથી 25 લાખ તેમજ અન્ય બેડરૂમમાં ચકાસણી કરતા ત્યાંથી પણ પાંચ લાખ રોકડ મળી આવી હતી.
પોલીસને અહીં કુલ 37 લાખ 32 હજાર રૂપિયાની રોકડ રકમ મળી હતી. આ રકમ ક્યાંથી આવી તે અંગે બન્નેમાંથી કોઈ ખુલાસો કરી શક્યા ન હતા. આ મામલે પોલીસે બન્નેની રોકડ રકમ અને દારૂની બોટલ સાથે ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપી શાર્દુલ ક્રિકેટ સટ્ટાનો વેપાર કરતો હોય તેથી આ સટ્ટાની રકમ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. પોલીસે પકડાયેલી મોટી રકમને બાબતે ઈન્કમટેકસ વિભાગને પણ જાણ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement