New year Police Plan: થર્ટી ફર્સ્ટને લઈને અમદાવાદ પોલીસે બનાવ્યો એક્શન પ્લાન, 10 હજારથી વધુ જવાનો રાખશે નજર
New year Police Plan: 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ કાયદો અને વ્યવસ્થા બાબતે સજ્જ બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે અમદાવાદ શહેર પોલીસના 10,000 જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં જોડાશે.
New year Police Plan: 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ કાયદો અને વ્યવસ્થા બાબતે સજ્જ બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે અમદાવાદ શહેર પોલીસના 10,000 જેટલા પોલીસ જવાનો 4000 હોમગાર્ડ અને 15 જેટલી એસઆરપીની ટુકડી સુરક્ષામાં જોડાશે. અમદાવાદ શહેરમાં પહેલાથી જ બે મોટા કાર્યક્રમ ચાલી રહ્યા છે. જેમાં એક છે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અને બીજો કાંકરિયા કાર્નિવલ જેમાં પણ અમદાવાદ પોલીસ સક્રિયતા પૂર્વક કાયદો અને વ્યવસ્થા જાળવવાની બાબતને લઈ સક્રિયતા પૂર્વક કામ કરી રહી છે.
તેવામાં અમદાવાદ શહેરમાં 31 ઉજવણીનો ટ્રેન્ડ પણ જોવા મળે છે જેને લઇ પોલીસ સક્રિય બની કામ કરશે. સૌથી વ્યસ્ત અને ઉજવણી માટે ફેવરેટ ગણાતા એવા સીજી રોડ, એસજી હાઇવે રીંગ રોડ રિવરફ્રન્ટ અટલબ્રીજ વગેરે જેવા મહત્વના સ્થાનો પર પોલીસ ખાસ નજર બનાવી રાખશે. પોલીસ સુરક્ષા માટે બ્રશ એનેલાઇઝર સિસ્ટમ અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટની મદદથી નશીલો પદાર્થ સેવન કરનાર લોકોની તપાસ પણ કરી શકશે.
સાથે સાથે પોલીસ બૉડી વોર્ન કેમેરા અને ડ્રોનની મદદથી સુરક્ષાનું ધ્યાન રાખશે. પોલીસ અને મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં પણ અમદાવાદ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખશે. અલગ અલગ ડ્રાઈવ ચાલે છે. નવા વર્ષેની ઉજવણી પહેલા અમદાવાદ શહેર પોલીસ પ્રોહિબીશન ડ્રાઈવ ચલાવી રહી છે. આ ઉપરાંત લિસ્ટેડ બૂટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવી રહી છે. જે સ્થાન ઉપર વધુ માત્રામાં ભીડ ઉજવણી માટે થશે જેવા રોડ પર ટ્રાફિક વિભાગ રુટ ડ્રાઈવર્ઝન અંગેની વિગતો આવનાર દિવસોમાં જારી કરશે.
કોરોનાના સંભવિત ખતરા વચ્ચે અમદાવાદમાં વેક્સીનનો જથ્થો ખુટી પડ્યો
એક તરફ દેશમાં કોરોનાની ચોજી લહેરની ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ અમદાવાદ શહેરમાં વેકસીનનો જથ્થો ખુટી ગયો હોવાની વાત સામે આવી છે. AMC એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ વેક્સીનના જથ્થા માટે માગ કરી છે. એક દિવસમાં વેક્સીન લેનાર નાગરિકોની સંખ્યા 300 થી વધીને 4500 એ પહોચી ગઈ છે.
અમદાવાદ મહાનગરપાલિકા પાસે વેકસીનનો જથ્થો ખુટી ગયો છે. બે ડોઝ બાદ પ્રિકોશન ડોઝ હાલ સુધી 10 લાખ લોકોએ એટલે કે 22 ટકા વસ્તીએ જ લીધો છે. અન્ય દેશોમાં કોરોના વકરતા અમદાવાદમાં એ સ્થિતિ છે કે જ્યાં એક દિવસમાં 300 લોકો વેક્સીન લેતા હતા તેની સરખામણીએ છેલ્લા ત્રણથી ચાર દિવસમાં 4500 જેટલા નાગરિકોને વેક્સીન પુરી પાડવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે AMC એ રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ વેક્સીનની માંગ કરી છે. AMC ને આશા છે કે વેક્સીનનો જથ્થો આગામી એક સપ્તાહમાં પૂરો પાડવામાં આવી શકે છે.
તો બીજી તરફ મંગળવારે AMC સંચાલિત હોસ્પિટલ મોકડ્રિલ હાથ ધરવામાં આવશે. જેમાં SVP, LG અને શારદાબેન હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને હોસ્પિટલમાં બેડની સંખ્યા અંગે ચકાસણી કરવામાં આવશે. હાલમાં AMC ના ચોપડે 10 જેટલા એક્ટિવ કેસ છે જેમાંથી બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.