Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદી ઝાપટા, વાદળછાયા વાતાવરણ વચ્ચે એસજી હાઈવેના વિસ્તારોમાં માવઠું
Ahmedabad Rain: ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે, પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે

Ahmedabad Rain: રાજ્યમાં માવઠાથી અનેક જિલ્લામાં નુકસાન પહોંચ્યુ છે, ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયુ છે. ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ માવઠાની શરૂઆત થઇ ગઇ છે. આજે સવારથી જ અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદના ઝાંપટા પડ્યા છે. શહેરના એસજી હાઇવેના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે, પ્રહલાદનગર, રામદેવનગર, માણેકબાગ, નહેરૂનગર, મકરબા, શ્યામલ અને સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં માવઠુ થયુ છે.
ગુજરાતમાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે, શિયાળામાં ચોમાસા જેવો માહોલ છવાયો છે. આજે સવારથી અમદાવાદ શહેરમાં ઠેક ઠેકાણે વરસાદ ખાબક્યો છે, સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જેમાં એસજી હાઈવે, પ્રહલાદનગર, માણેકબાગ વિસ્તારમાં વરસાદ પડ્યો છે, આ ઉપરાંત શ્યામલ, સેટેલાઈટ, રામદેવનગર, જોધપુર, નહેરૂનગર, શિવરંજની, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટાં યથાવત છે.
ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે, પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને અમદવાદ-ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન, અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદની નોંધણી થઈ છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ બાવળા તાલુકામાં 42 મિમી (mm) નોંધાયો છે, ત્યારબાદ ધોળકામાં 40 મિમી વરસાદ પડ્યો છે, જે ભારે વરસાદની શ્રેણીમાં આવે છે. મધ્યમ વરસાદની વાત કરીએ તો, સાણંદમાં 21 મિમી, ધોલેરામાં 15 મિમી, અને માંડલમાં 12 મિમી વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે, શિયાળામાં ચોમાસા જેવો માહોલ છવાયો છે. તાજા અપડેટ પ્રમાણે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાત પર માવઠાનો મારો શરૂ થયો છે. છેલ્લા 24 કલાકથી બનાસકાંઠા જિલ્લામાં માવઠાનો માર યથાવત છે. જિલ્લામાં ડીસામાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે, અમીરગઢમાં દોઢ ઈંચ વરસાદ અને દાંતીવાડામાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ધાનેરા, લાખણી, કાંકરેજમાં પણ વરસાદી માહોલ યથાવત છે. માવઠાથી જિલ્લાના બાજરી, મગફળી, જુવાર સહિતના પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે.





















