શોધખોળ કરો

Ahmedabad Rains: અમદાવાદમાં વરસાદનું આગમન, નાગરિકોને ગરમીથી મળી રાહત

વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે. હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

Ahmedabad Rains: રાજ્યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. હાલ એસજી હાઇવે, સોલા, ગુજરાત હાઇકોર્ટ, સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ક્યાંક ઝાપટા તો ક્યાંય ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ પડતાં નાગરિકોને ગરમીથી રાહત મળી છે.

આજે હવામાન વિભાગ દ્રાર આપવામા આવેલી આગાહી મુજબ દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદ થઈ શકે છે. તેમજ સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદમાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદ થઈ શકે છે. આગમી બે દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 28મી તારીખે દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદી શક્યતા છે અને 29મી તારીખે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Ahmedabad Rains: અમદાવાદમાં વરસાદનું આગમન, નાગરિકોને ગરમીથી મળી રાહત

વલસાડમાં જામ્યો વરસાદી માહોલ

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે જ્યારે ઉમરગામમાં મધરાત બાદ ભારે વરસાદ પડ્યો હતો. વાપીમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. વલસાડમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.

જિલ્લામાં નોંધાયેલ વરસાદ

  • ઉમરગામ -5.63 ઇંચ
  • વાપી- 1.5 ઇંચ
  • કપરાડા - 1 ઇંચ
  • પારડી- 0.5 ઇંચ
  • વલસાડ - 0.4 ઇંચ

Ahmedabad Rains: અમદાવાદમાં વરસાદનું આગમન, નાગરિકોને ગરમીથી મળી રાહત

સુરતમાં જામ્યો વરસાદી માહોલ

ચોમાસામા આગમન સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત શહેરના અનેક વિસ્તારમાં આજે સવારથી વરસાદ શરુ થયો છે. શહેરના વેસુ, પીપલોદ, ઉમરા, યુનિવર્સિટી રોડ, ડુમસ રોડ, ઉધના, પાંડેસરા, પાલ અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદ વહેલી સવારથી વરસાદ શરુ થયો છે.

રાજકોટમાં સતત ત્રીજા દિવસે વરસાદ

રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ શરુ થયો છે. આજે સવારથી જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરુઆતમાં જ સારો વરસાદ થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અત્યારે પડતા વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબિન સહિતના પાકને ફાયદો થશે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget