શોધખોળ કરો
Advertisement
અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 8ના મોત, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
તપાસ કમિટીમાં રાજ્યના વરિષ્ઠ આઇએએસ અધિકારી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે.
અમદાવાદ: અમદાવાદના સ્ટેડિયમ વોર્ડમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આવેલી હોસ્પિટલમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇએએસ અધિકારી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે. મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.
ઘટનાની જાણ થતાં એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ, પૂર્વ મેયર અમિત શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રધાનમંત્રી મોદીએ મૃતકોને રૂપિયા બે લાખની અને ઘાયલોને રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઘટનાને લઈ તેમણે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથાા અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે પણ વાતચીત કરી હતી.
ફાયર અધિકારીના જણાવ્યા મુજબ 8 દર્દીના મોત થયા છે. એએમસીના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હોસ્પિટલમાં 49 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. શ્રેય હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી. શ્રેય હોસ્પિટલના ચોથા માળે સરકારે કોવિડ 19 માટે ફાળવ્યો છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડના જાણ કરતા ફાયરનો કાફલો પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટથી હોસ્પિટલમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
DYMC ઓમપ્રકાશ મછરાએ કહ્યું કે, હોસ્પિટલના બાકીના દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં ખસેડવાની કામગારી શરૂ કરવામાં આવી છે. એક પેરામેડિકલ સ્ટાફનું પણ મોત થું છે. હોસ્પિટલનો આસપાસનો વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
મૃતકોના નામ
- આયશાબેન તિરમીજી, પાલડી
- જ્યોતિબેન સિંધી, ખેરાલુ
- અરવિંદભાઈ ભાવસાર, મેમનગર
- નવીનલાલ શાહ, ધોળકા
- આરીફ મન્સુરૂ, વેજલપુર
- લીલાવતીબેન શાહ, વાસણા
- નરેન્દ્રભાઈ શાહ, ધોળકા
- મનુભાઈ ઈશ્વરભાઈ રામી, મેમનગર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion