શોધખોળ કરો

અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહીં? જાણો સિરો સર્વેનું મહત્વનું તારણ

અમદાવાદ શહેરમાં 65 લાખની વસ્તી સામે 80 ટકા નાગરિકો કોરોના સંક્રમણ સામે લડવા માટે સક્ષમ હોવાનું અને શરીરમાં એન્ટીબોડી ડેવલપ થયા હોવાના પરિણામ સામે આવ્યા છે. 

અમદાવાદઃ શહેરમાં 80 ટકા નાગરિકોમાં એન્ટીબોડી વિકસી ગઈ હોવાનો પાંચમા સિરો સર્વેમાં દાવો કરાયો છે. સિરો સર્વેમાં ચોંકાવનારા અને રાહતરૂપી પરિણામ આવ્યા છે. જોકે, હજી કોરોનાનો ખતરો યથાવત છે. 

સમયાંતરે કોરોનાના કારણે નાગરિકોમાં કોરોના સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ વિકસી છે કે કેમ તે અંગે AMC એ સિરો સર્વે હાથ ધર્યો હતો. કુલ 5 સિરો સર્વેમાં અંદાજીત 5 લાખ લોકોના લોહીના નમૂના એકઠા કરવામાં આવ્યા. જેમાં અમદાવાદ શહેરમાં 65 લાખની વસ્તી સામે 80 ટકા નાગરિકો કોરોના સંક્રમણ સામે લડવા માટે સક્ષમ હોવાનું અને શરીરમાં એન્ટીબોડી ડેવલપ થયા હોવાના પરિણામ સામે આવ્યા છે. 

કઈ રીતે થાય છે સિરો સર્વે?
-ભૂતકાળમાં કોરોના થયો હોય અથવા ન થયો હોય તેવા નાગરિકોમાં લેવાય છે સેમ્પલ
-વેકસીનના બે ડોઝ અને પ્રથમ ડોઝ લીધા બાદ શુ સ્થિતિ તે અંગે પણ લેવાય છે લોહીના નમૂના
-SVP સંચાલિત લેબમાં નમૂનાનું થાય છે પરીક્ષણ
-1 થી 10 ક્રમ વચ્ચે શારીરિક એન્ટીબોડી વિકસી કે કેમ તે અંગે ચકાસણી થાય છે
-કોરોનાની સામે લડવા માટેની એન્ટીબોડીનું પ્રમાણ ટાર્ટર તરીકે ઓળખવામાં આવે છે.

Delta Plus Variant: અમદાવાદના આ પોશ વિસ્તારમાં ડેલ્ટા પ્લસ ફેલાયો હોવાના મુદ્દે AMCએ શું કરી સ્પષ્ટતા ?

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સ્ટેબલ થયા છે. આ દરમિયાન આંબલી વિસ્તારમાં ડેલ્ટા પ્લસ ફેલાયો હોવાનો મેસેજ વાયરલ થયો હતો. મેસેજ વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. જે મુજબ અમદાવાદ શહેરમાં એક પણ ડેલ્ટા પ્લસ વાયરસનો કેસ નોંધાયો નથી. નવો સ્ટ્રેન ડેલ્ટા પ્લસ છે તેનો એક પણ કેસ નોંધાયો નથી.

અમદાવાદ શહેરમાં બાર દિવસ બાદ રવિવારે કોરોના સંક્રમિત થવાથી એક દર્દીનું મોત થવા પામ્યું હતુ. રવિવારે શહેરમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા હતા.શહેરના આંબલી વિસ્તારમાં ડેલ્ટા વેરિયન્ટના સાત કેસ નોંધાયા હોવાનો મેસેજ રવિવારે દિવસભર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.જો કે મ્યુનિ.ના મેડીકલ ઓફીસર ઈન્ચાર્જ દ્વારા શહેરમાં એક પણ ડેલ્ટા વેરીયન્ટનો કેસ નોંધાયો ના હોવાનું કહ્યુ હતું.

આ અંગે મળતી માહિતી મુજબ,શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા આંબલી વિસ્તારમાં એક જ પરીવારના છ સભ્યો અને અન્ય એક એમ કુલ મળી સાત લોકો કોરોના પોઝિટિવ થયા હતા.સરકારે ૧૭ જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાના છ કેસ જાહેર કર્યા હતા.બીજી તરફ મ્યુનિ.ના ઉત્તર-પશ્ચિમ ઝોનના આંબલીમાં ૧૭ જુલાઈએ સાત કેસ રીપોર્ટ કરવામાં આવ્યા હતા.એક ઝોનમાં સાત કેસ હોય તો અન્ય છ ઝોનના કેસ કયા? એ મોટી ચર્ચાનો વિષય બન્યો હતો.

13 જુલાઈથી લઈ 16 જુલાઈ સુધી આંબલીના એક પરિવારના છ સભ્યો સહીત અન્ય એક એમ કુલ મળીને સાત લોકો કોરોના પોઝિટિવ થતાં તમામ સાત લોકો હોમ આઈસોલેશનમાં છે. રવિવારે દિવસભર થલતેજ વોર્ડના કોર્પોરેટરના નામે આંબલીમાં ડેલ્ટા વેરીયન્ટના સાત કેસ હોવાનો મેસેજ વાયરલ થયો હતો. મ્યુનિ.ના મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ ભાવિન સોલંકીની આ અંગે મળેલી પ્રતિક્રીયા મુજબ, અમદાવાદ શહેરમાં ડેલ્ટા વેરીયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. લોકોએ પેનિક થવાની જરુર નથી.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ ફેક મેસેજ હોવાનું પણ તેમણે કહ્યુ હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Embed widget