Crime: મોડીરાત્રે અમદાવાદમાં પથ્થરમારો, સ્થાનિકો અને કિન્નરો વચ્ચે થઇ જોરદાર લડાઇ
અમદાવાદ શહેરમાં ગઇ મોડી રાત્રે જમાલપુર વિસ્તારમાં પથ્થરમારાની ઘટના ઘટી, જેમા જમાલપુર ચાર રસ્તા પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. સામાન્ય બોલાચાલીમાં પથ્થરમારો થયો હતો
Ahmedabad, Crime: અમદાવાદમાંથી ગઇરાત્રે એક પથ્થરમારાની ઘટના સામે આવી છે, અમદાવાદના જમાલપુર પાસે પથ્થરમારોની ઘટના બાદ સમગ્ર શહેરમાં માહોલ ગરમાઇ ગયો હતો. શહેરમાં જમાલપુર નજીક ગધાની ચાલીમાં બે ટોળાઓ વચ્ચે જોરદાર ઘર્ષણ થયા બાદ આ મામલે કાગડાપીઠ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસે કાર્યવાહી કરતાં 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.
અમદાવાદ શહેરમાં ગઇ મોડી રાત્રે જમાલપુર વિસ્તારમાં પથ્થરમારાની ઘટના ઘટી, જેમા જમાલપુર ચાર રસ્તા પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. સામાન્ય બોલાચાલીમાં પથ્થરમારો થયો હતો, અહીં કેટલાક તોફાની તત્વોએ વાહનમાં આગચંપી કરી હતી. તોફાની તત્વોએ એક ઝૂંપડું, બે બાઈક, ટાયરમાં આગચંપી હતી. પોલીસ અનુસાર, કિન્નરો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનામાં જૂથોના ટોળા આમને સામને તલવારો અને લાકડીઓ લઇને હુમલો કરવા આવી ચઢ્યા હતા, જેઓએ વાહનો અને મકાનને નુકસાં પહોંચાડ્યુ હતુ. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અમદાવાદ શહેરમાં ગઇ મોડી રાત્રે જમાલપુર વિસ્તારમાં પથ્થરમારાની ઘટના ઘટી, જેમા જમાલપુર ચાર રસ્તા પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. સામાન્ય બોલાચાલીમાં પથ્થરમારો થયો હતો, અહીં કેટલાક તોફાની તત્વોએ વાહનમાં આગચંપી કરી હતી. તોફાની તત્વોએ એક ઝૂંપડું, બે બાઈક, ટાયરમાં આગચંપી હતી. પોલીસ અનુસાર, કિન્નરો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનામાં જૂથોના ટોળા આમને સામને તલવારો અને લાકડીઓ લઇને હુમલો કરવા આવી ચઢ્યા હતા, જેઓએ વાહનો અને મકાનને નુકસાં પહોંચાડ્યુ હતુ. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં ટોળા ભેગા થઇ ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો કર્યા હતા. બીજી તરફ, ફાયરબ્રિગેડે વાહનમાં લાગેલી આગ બુજાવવા પ્રયાસ કર્યો હતો.