શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદ મનપાએ ફ્લાવર શોના સમયમાં કર્યો ફેરફાર, જાણો કેટલા વાગ્યા સુધી જોઇ શકાશે?

Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શોને લઇને મહત્વનો નિર્ણય કર્યો હતો

Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શોને લઇને મહત્વનો નિર્ણય કર્યો હતો. હવે અમદાવાદમાં ફ્લાવર શોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રવિવારના મોટી સંખ્યામાં નાગરિકો આવતા મહાપાલિકાએ નિર્ણય બદલવો પડ્યો છે. હવે ફ્લાવર શો રાત્રિના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે એટલે કે રાત્રિના 10 વાગ્યા સુધી આવનારા નાગરિકોને ફ્લાવર શોની એન્ટ્રી ટિકીટ મળશે.

આ મુલાકાતીઓ રાત્રિના 11 વાગ્યા સુધી ફ્લાવર શો નિહાળી શકશે. અગાઉ મહાપાલિકાએ નિર્ણય કર્યો હતો કે રાત્રિના 9 વાગ્યા સુધી ટિકિટ વિતરણ કરવામાં આવશે અને રાત્રિના 10 વાગ્યે ફ્લાવર શો બંધ કરાશે. જોકે મુલાકાતીઓના સતત ધસારાના કારણે હવે મહાપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો હતો.

અમદાવાદના આ ફ્લાવર શોમાં શહેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની અને વિક્રમ લેન્ડર-ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ જોવા મળી રહી છે જેને અલગ જ આકર્ષણ ઉભુ કર્યું છે. શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમથી  મુખ્ય પ્રવેશદ્વાર બનાવાયો છે જ્યારે બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાત, પતંગિયા, સાત ઘોડાની પ્રતિકૃતિ, જેવી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-2024’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એ ઉદઘાટન બાદ મુખ્ય મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શોનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ સ્કલ્પચરને મુખ્ય મંત્રી સહિત સૌએ બિરદાવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 30 ડિસેમ્બરે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ,  મેયર પ્રતિભાબહેન જૈન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયા બાદ 15 જાન્યુઆરી, 2024 સુધી લોકો નિહાળી શકશે. અમદાવાદમાં સૌથી વધારે આકર્ષણ જમાવતા ફ્લાવર શો 2024માં અનેક ફૂલોની વેરાઇટી મૂકવામાં આવી છે. બાગ બગીચાને સજાવતી સામગ્રીના સ્ટોલ પણ મુકવામાં આવ્યા છે.

કાંકરિયા કાર્નિવલ પૂર્ણ 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી દર વર્ષની જેમ 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાનાર આ કાર્નિવલ 'વસુદેવ કુટુંબકમ, એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય' થીમ પર આધારિત હતો. આ વર્ષે ધનુષ થીમ આધારિત પ્રવેશ દ્વાર અને ચંદ્રયાન-3ની થીમ આધારિત સેલ્ફી પૉઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.કાંકરિયા પરિસરમાં યોગા, અરોબિક્સ, ઝુમ્બા લાફિંગમાં કુલ 4057 કલાકારો તથા મુલાકાતીઓએ ભાગ લીધો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
Embed widget