શોધખોળ કરો
Advertisement
અમદાવાદ-મુંબઈ વચ્ચે આજે દોડશે તેજસ એક્સપ્રેસ, જુઓ અંદરની તસવીરો
દેશની પ્રથમ ખાનગી તેજસ એક્સપ્રેસ આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી મુંબઈ જવા રવાના થશે. કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયેલ અને સીએમ વિજય રૂપાણી આ ટ્રેનને લીલીઝંડી આપશે.
અમદાવાદ: દેશની પ્રથમ ખાનગી તેજસ એક્સપ્રેસ આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી મુંબઈ જવા રવાના થશે. કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયેલ અને સીએમ વિજય રૂપાણી આ ટ્રેનને લીલીઝંડી આપશે. તેજસ ટ્રેનને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવી છે.
ટ્રેનની હોસ્ટેસનો લુક ગુજરાતી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રેનમાં હોસ્ટેસ કૂર્તા અને પાયજામા સાથે માથે કચ્છી વર્કની ટોપી પહેરલી જોવા મળશે. આ ટ્રેનમાં જે ભોજન પીરસવામાં આવશે તેનો ટેસ્ટ ગુજરાતી અને મરાઠી હશે.
ગુજરાતી લુક, મરાઠી-ગુજરાતી ભોજનનો સ્વાદ અને આધુનિક ટેક્નોલોજી સાથે સજ્જ આ ટ્રેન સામાન્ય લોકો માટે 19મી જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ દોડશે. આ ટ્રેનમાં સામાન્ય પ્રવાસીઓ ફ્લાઈટમાં મળતી સુવિધાનો અનુભવ કરી શકશે.
આ ટ્રેનની મહત્તમ ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ટ્રેનનું સંચાલન IRCTC તરફથી જ કરવામાં આવશે. એટલે કે ટીકિટથી લઈને તમામ સુવિધા IRCTC જ આપશે. તેજસ ટ્રેન એક અઠવાડિયામાં 6 દિવસ દોડશે. આ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, સિટ પર એલસીડી સ્ક્રિન, સીસીટીવી, દરેક કોચમાં ચા-ફોફી માટે વેન્ડિંગ મશીન અને મનપસંદ ભોજન પણ મળશે.
આ ટ્રેનમાં ટીકિટ તપાસવા માટે આઈઆરસીટીસીનો સ્ટાફ રહેશે. તેજસ ટ્રેનમાં ચેર કાર માટે 1300થી 1400 રૂપિયા ચાર્જ લેવાશે. જ્યારે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2400 રૂપિયા રહેશે. આ ઉપરાંત પ્રથમ દિવસે જ તેજસ ટ્રેન હાઉસફુલ છે તેવું જાણવા મળ્યું છે.
તેજસ ટ્રેનને સમયસર દોડાવવા માટે 29 ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ માટે IRCTCના અધિકારીઓ પણ અમદાવાદ આવી પહોચ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement