Ahmedabad : યુવક 16 વર્ષની છોકરીને લઈ ગયો ઘરે, મિત્રને બોલાવ્યો ને બંનેએ માણ્યું શરીર સુખ ને પછી..........
હાથીજણમાં રહેતી 16 વર્ષીય સગીરાને સાત મહિના પહેલા આરોપીએ પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ સગીરાને લગ્નની લાલચ આપીને પોતાના ઘરે લઈ ગયો હતો. તેમજ અહીં તેણે પોતાના મિત્રને બોલાવ્યો હતો.
અમદાવાદઃ શહેરના હાથીજણમાં 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી બે યુવકોએ વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દેવાના કેસમાં બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. બંને યુવકોએ સગીરાને લગ્નની લાલચ આપીને વારાફરતી પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, કંટાળેલી સગીરાએ માતાને જાણ કરતાં વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં બંને સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે બંને સામે પોક્સો હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરી બંનેના બે દિવસના રિમાન્ડ મેળવાયા છે.
આ અંગેની વિગતો એવી છે કે, હાથીજણમાં રહેતી 16 વર્ષીય સગીરાને સાત મહિના પહેલા આરોપીએ પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ સગીરાને લગ્નની લાલચ આપીને પોતાના ઘરે લઈ ગયો હતો. તેમજ અહીં તેણે પોતાના મિત્રને બોલાવ્યો હતો. અહીં બંનેએ વારાફરતી સગીરા સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
એટલું જ નહીં, સગીરાને આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ પછી આરોપીઓ સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈને અનેક વખત પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સંબંધોને કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. માતાએ પૂછપરછ કરતાં તેણીએ સમગ્ર આપવીતી જણાવી હતી. આથી માતાએ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસે તેમને પોક્સો કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા.