Ahmedabad: અમદાવાદમાં ઠંડીના કારણે શાળાઓના સમયને લઇને શું અપાયો મોટો આદેશ?
આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને આચાર્ય સંઘે રજૂઆત કરી હતી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે સ્કૂલના સમયમાં ફેરફાર કરવાની વાલીઓ માંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પરિપત્ર જાહેર કરી શાળાઓને સમયમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી હતી. ઠંડીના કારણે અમદાવાદની શાળાઓના સમયમાં ફેરફાર કરવાની છૂટ અપાઇ હતી.
અમદાવાદ શહેરની 500 શાળામાં પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મોટી ભાગની શાળાનો સમય સવારના સાત વાગ્યાનો છે. પરંતુ વહેલી સવારે 9થી 10 ડિગ્રી તાપમાનમાં વિદ્યાર્થી સ્કૂલે જઈ રહ્યાં છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને આચાર્ય સંઘે રજૂઆત કરી હતી. તો કૉંગ્રેસે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી કે, શાળાનો સમય એક કલાક મોડો કરવામાં આવે.
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનીના મોત બાદ સરકારે સ્કૂલોને શું આપ્યો મોટો આદેશ?
રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં ભણતી રિયા નામની વિદ્યાર્થિનીનું મોત થતાં રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્ય સરકારે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ઠંડીને લઈ વિદ્યાર્થીઓ માટે શાળાના સમયમાં ફેરફાર કરાયો.રાજકોટમાં વિદ્યાર્થીના મોત બાદ શાળાઓએ ડ્રેસ કોડ પર ભાર ન મુકવા સરકારે આદેશ આપ્યો હતો.
સરકારે ઠંડીમાં વિદ્યાર્થી જે ગરમ કપડાં પહેરીને આવે તે માન્ય રાખવા સ્કૂલોને આદેશ આપ્યો છે. તમામ ડીઇઓ, ડીપીઓને પરિપત્ર કરીને આદેશ અપાયા છે.અમદાવાદ સહિત મોટા શહેરોની કેટલીક સ્કૂલો શિયાળાની ઋતુ દરમિયાન સ્કૂલના ડ્રેસકોડ મુજબના જ સ્વેટર કે જેકેટ વાલીઓ પાસે મંગાવે છે તેવી ફરિયાદો ઉઠી હતી.
રાજકોટમાં આજથી મોટાભાગની સ્કૂલો આઠ વાગ્યાથી શરૂ થઇ હતી.ઠંડીના કારણે આજથી રાજકોટની મોટાભાગની સ્કૂલોના સમયમાં ફેરફાર કરાયો છે.
નોંધનીય છે કે રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં જ્યારે ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. મળતી જાણકારી અનુસાર, ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં સવારે 7 વાગીને 23 મિનિટે વિદ્યાર્થિની અચાનક ધ્રુજારી ઉપડ્યા બાદ બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારબાદ તેને તરત જ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બાદમાં વિદ્યાર્થીનીના માતાપિતાને પણ આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાદમાં પોસ્ટમોર્ટમ માટે વિદ્યાર્થિનીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.
પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ સામે આવશે. પ્રાથમિક તારણ અનુસાર હાર્ટ એટેકના કારણે બાળકીનું મોત થયાનું અનુમાન છે. તો આ તરફ મૃતક વિદ્યાર્થિનીના માતા-પિતાએ કેટલાક ગંભીર સવાલ પણ ઉઠાવ્યા હતા. મૃતક વિદ્યાર્થિનીના માતાના મતે ઠંડીના કારણે તેની દીકરીનું મોત થયું હતું. જેમાં શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ પણ જવાબદાર છે. શાળા સંચાલકો પોતાના જ સ્વેટર પહેરવા માટે બાળકોને મજબૂર કરે છે. જેમાં બાળકો ઠંડી ઝીલી શકતા નથી. મૃતક બાળકીની માતાએ સવાલ કર્યો કે બાળકો જેકેટ પહેરીને આવે તો તેમાં શાળાઓને શું વાંધો હોઈ શકે. સાથે જ કહ્યું કે શિયાળામાં શાળાની સવારની પાળીનો સમય મોડો હોવો જોઈએ.
એ. વી. જસાણી સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સવારના સાડા સાત વાગ્યા આસપાસ પોતાની સ્કૂલે ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીએ પ્રાર્થના ખંડમાં પ્રાર્થના પણ કરી હતી. પ્રાર્થના પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની પોતાના ક્લાસમાં પહોંચી હતી. ત્યારે ક્લાસમાં પ્રવેશ્યા બાદ વિદ્યાર્થીનીને અચાનક ધ્રુજારી ઉપાડતા તે બેભાન થઈ ઢળી પડી હતી