Ahmedabad : યુવતીને પાડોશમાં રહેતા દસ વર્ષ નાના યુવક સાથે બંધાયા શરીર સંબંધ, 3 મહિના સુધી કરી કામલીલા ને પછી પતિને કહ્યું.......
પત્નીએ ખૂદ પ્રેમીને ફોન કરીને પતિને આપી દીધો હતો અને પ્રેમીને કહીને પ્રેમપ્રકરણનો ભાંડો ફોડી નાંખ્યો હતો. આ પછી પતિ અને પ્રેમી વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે બંને પક્ષે મારામારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Ahmedabad : શહેરના ચાંદખેડામાં (Chandkheda) રહેતી પરણિત યુવતીને પાડોશમાં રહેતા 10 વર્ષ નાના યુવક સાથે પ્રેમસંબંધ (love) બંધાયા હતા. તેમજ તેમણે આ સંબંધમાં તમામ મર્યાદાઓ વટાવી દીધી હતી. છેલ્લા 3 મહિનાથી તેઓ પ્રેમસંબંધ બાંધતા હતા. વાત આટલેથી અટકી નહોતી અને પત્નીએ ખૂદ પ્રેમીને ફોન કરીને પતિને આપી દીધો હતો અને પ્રેમીને કહીને પ્રેમપ્રકરણનો ભાંડો ફોડી નાંખ્યો હતો. આ પછી પતિ અને પ્રેમી વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે બંને પક્ષે મારામારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગત રવિવારે રાત્રે પતિ ઘરે હતો, ત્યારે પત્નીએ તેને કહ્યું હતું કે, મારે તમારી સાથે રહેવું નથી. મારે પાડોશમાં રહેતા યુવક સાથે અફેર છે. તેમજ છેલ્લા ત્રણ મહિનાથી અફેર હોવાનો ખુલાસો કર્યો હતો. એટલું જ નહીં, પ્રેમીને (lover) ફોન કરીને આ અંગે પતિ સાથે વાત પણ કરાવી હતી.
આ પછી પતિ અને તેના પિતા સાથે ઘરની બાલ્કીનામાં વાતચીત કરી રહ્યા હતા, તે જ સમયે પ્રેમી છરી લઈને આવી ગયો હતો અને ગાળાગાળી કરી ઝપાઝપી કરવા લાગ્યો હતો. તેમજ પ્રેમિકાના પતિને પગના ભાગે છરીના ઘા મારી દીધા હતા. જોકે, આસપાસના લોકો ભેગા થઈ જતા બંનેને છોડાવ્યા હતા. આ ઘટના પછી પતિએ પત્નીના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો (Ahmedabad Police) નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રેમીને જાણ થતાં તેણે પણ પ્રેમિકાના પતિ અને તેના પિતા સામે ક્રોસ ફરિયાદ નોંધાવી હતી. તેમજ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે રાતે પોતે ઘરે હતો, ત્યારે પાડોશી યુવકે તેને ફોન કરીને મારી પત્ની સાથે કેમ વાત કરે છે, તેમ કહી વાત કરવા માટે ઘરે બોલાવ્યો હતો. જેથી તે ઘરે જતાં યુવક અને તેના પિતાએ ઝઘડો કરી મારી પત્ની સાથે વાત કરીશ તો મારી નાંખીશ તેવી ધમકી આપી ઢોર માર માર્યો હતો. આ અંગે સામસામી ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.