શોધખોળ કરો

Ahmedabad : સગીરાને કોલગર્લ બતાવી FB સ્ટોરીમાં લખ્યું, 'Rate 2500, Call Me'

સગીરાનાં ફોટા અપલોડ કરી કોલગર્લ બતાવી બદનામ કરનાર મહિલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી મહિલા અને સગીરાનાં પિતા વચ્ચે મિત્રતા હતી.

અમદાવાદઃ સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટફોર્મ પર એક સગીરાનાં ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા. તેમાં તેની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું લખાણ લખવામાં આવ્યું હતું. જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે. સગીરાનાં ફોટા અપલોડ કરી કોલગર્લ બતાવી બદનામ કરનાર મહિલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી મહિલા અને સગીરાનાં પિતા વચ્ચે મિત્રતા હતી. મહિલા અને સગીરાનાં પિતા વચ્ચે ઝઘડો થયો હોવાથી આરોપીએ ગુસ્સામાં આવી આ રીતે લખાણ લખી સ્ટેટ્સમાં મૂક્યું હોવાનું પુછપરછમાં બહાર આવ્યું હતુ. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. શહેરમાં રહેતી સગીરાનો ફોટો ફેસબુક સ્ટોરીમાં મૂકી કોલગર્લ દર્શાવી “rate 2500 call me” જેવું બિભત્સ લખાણ લખીને આ સગીરાને સમાજમાં બદનામ કરવાની કોશીશ કરવામાં આવી હતી. જેથી સગીરાની માતાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આઈડી અંગે તપાસ કરી ટેકનીકલ ડેટા મેળવી આરોપીને પકડવા માટે મોબાઈલનું લોકેશન મેળવ્યુ હતુ. જે અમદાવાદનાં ગોતા વિસ્તારમાં બતાવતું હતું. પોલીસે ગોતા વિસ્તારમાં પહોંચીને સગીરાને બદનામ કરવાની કોશીશ કરનાર 32 વર્ષીય રાધા સિંગને ઝડપી લીધી હતી. પુછપરછ કરતા રાધા સિંગે જણાવ્યું હતું કે, તે ચાર વર્ષ પહેલા દિલ્લીથી અમદાવાદ આવી હતી. તે વખતે સગીરાનાં પિતા સાથે સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી. બાદમાં બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રાધા સિંગે તેને શબક શીખવાડવા માટે આ લખાણ લખી અને સ્ક્રીનશોટ પણ ફરિયાદીને મોકલ્યા હતા. સમગ્ર મામલે પોલીસે આ મહિલાની ધરપકડ કરી હતી. જોકે પિતાએ એક સ્ત્રી સાથે કરેલી મિત્રતાનું માઠું પરિણામ એક નાની સગીરાને ભોગવવું પડતા સમાજ માટે આ લાલબત્તી સમાન કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Embed widget