શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ વસ્ત્રાપુરમાં મહિલા ડોક્ટરે ચોથા માળેથી છલાંગ લગાવી કરી આત્મહત્યા, જાણો વિગત
સૂત્રોના જણાવ્યા મુજબ, દસ દિવસ પહેલા મહિલા આપઘાત કરવાના ઇરાદે આ કોપ્લેક્ષમા આવી હતી પરંતુ ત્યા સફાઇ કર્માચારીએ જોઇ જતા તેને સમજાવીને ઘરે પરત મોકલી હતી.
અમદાવાદઃ વસ્ત્રાપુરની સંજીવની હોસ્પિટલ નજીક મહિલા ડોક્ટરે અદ્વૈત કૉમ્પ્લેક્સના ચોથમાળેથી કુદીને આત્મહત્યા કરી છે. ડોક્ટર મિતા માંકડે ચોથા માળેથી ઝંપલાવ્યા બાદ તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ફરજપરના ડોક્ટરોએ મિતા માંકડને મૃત જાહેર કર્યા હતા.
ડો. મિતા માંકડ વસ્ત્રાપુર સુમેરુ બંગ્લોઝમાં રહેતા હતા. બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેઓએ કૉમ્પ્લેક્સના ચોથા માળેથી પડતું મૂક્યું હતું. જાણીતા ગાયનેક અને કેન્સરના નિષ્ણાત ડો. મિતા માંકડ આજે પોતાની કાર લઈને અદ્વૈત બિલ્ડિંગ આવ્યા હતા અને ત્યારબાદ કોઈપણ કારણોસર આત્મહત્યા કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, દસ દિવસ પહેલા મહિલા આપઘાત કરવાના ઇરાદે આ કોપ્લેક્ષમા આવી હતી પરંતુ ત્યા સફાઇ કર્માચારીએ જોઇ જતા તેને સમજાવીને ઘરે પરત મોકલી હતી. હાલ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડના 6 બોલમાં ફટકાર્યા હતા 6 છગ્ગા, હવે નિવૃત્તિ પર બ્રોડે કહી આ વાત, જાણો વિગત
યુવરાજ સિંહની નિવૃત્તિની જાહેરાત બાદ સચિન-સેહવાગ સહિતના ક્રિકેટરોએ શું કહ્યું ? જાણો વિગત
ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ યુવરાજ સિંહ હવે શું કરશે ? જાણો શું છે તેનો ફ્યુચર પ્લાન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement