(Source: ECI/ABP News/ABP Majha)
અસદ્દુદીન ઓવેસીને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, 21 પદાધિકારીઓ સાથે 1400 સદસ્યોએ રાજીનામાનો દાવો
અમદાવાદ: AIMIMમાં રાજીનામાંનો સિલસિલો યથાવત છે. AIMIMના રામોલ વોર્ડ પ્રમુખ અનવરઅલી સૈયદે પોતાના 21 પદાધિકારીઓ સાથે રાજીનામું આપ્યું છે.આ ઉપરાંત 1400 જેટલા સદસ્યોએ પણ રાજીનામા આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
અમદાવાદ: AIMIMમાં રાજીનામાંનો સિલસિલો યથાવત છે. AIMIMના રામોલ વોર્ડ પ્રમુખ અનવરઅલી સૈયદે પોતાના 21 પદાધિકારીઓ સાથે રાજીનામું આપ્યું છે.આ ઉપરાંત 1400 જેટલા સદસ્યોએ પણ રાજીનામા આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે. હોદ્દેદારો અને સદસ્યો પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી રહ્યા છે. પ્રદેશ નેતાગીરી દ્વારા ધ્રુવીકરણની રાજનીતિ થતી હોવાનો આરોપ લગાવ્યો છે. આ તમામ લોકોએ પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલા અને શહેર પ્રમુખ શરીફખાન દૂધવાલાને રાજીનામુ મોકલ્યું છે. નોંધનિય છે કે, AIMIM અસદ્દુદીન ઓવેસીની પાર્ટી છે.
PM મોદીએ રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે કરી મુલાકાત
modi gujarat visit today: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગર ખાતે રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જામ સાહેબે પાયલોટ બંગલો ખાતે બેઠક કરી હતી. જામ જાહેબને મળ્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું. જામ સાહેબના પરિવારની સદભાવના સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, ખાસ કરીને યુરોપમાં. જામનગરમાં મને જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજીને મળવાનો અવસર મળ્યો, જેઓ એક વડીલ તરીકે હંમેશા મારા પ્રત્યે ખૂબ જ સ્નેહ ધરાવતા હતા. જૂની યાદો તાજી કરવામાં અમે ઘણો સારો સમય પસાર કર્યો. ત્યાર બાદ પીએમ મોદી સર્કિટ હાઉસ ખાતે રવાના થયા હતા.
જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન
WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે આવી પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્સાના મેડિસિન સેન્ટરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર જામનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એરફોર્સ સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગતમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.