શોધખોળ કરો

Ahmedabad: ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો ચેતી જજો, AMCએ અપનાવ્યો નવો નુસખો

Ahmedabad News: સ્માર્ટ સીટી અમદાવાદમાં ટ્રાફિક હળવો કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવો નુસખો અપનાવ્યો છે.

Ahmedabad News: અમદાવાદમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ બની રહી છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો માટે ચેતવણીજનક સમાચાર છે. સ્માર્ટ સીટી અમદાવાદમાં ટ્રાફિક હળવો કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવો નુસખો અપનાવ્યો છે. શહેરમાં ટ્રાફિકથી ધમધમતા મોટા સિગ્નલ પર યલો રંગની ડિઝાઇન કરાઈ છે. આ યલો રંગની ડિઝાઇન વાહન ચાલકોને એલર્ટ કરવા સૂચન કરે છે. અમુક સેકન્ડો બાકી હોય તો પણ વાહનચાલક ક્રોસ નહીં કરી શકે. હવેથી અમુક સેકન્ડ બાકી હોય ત્યારે વાહન ચાલકોએ ઉભા સિગ્નલ પર રહેવું પડશે. શહેરના 25 સિગ્નલને યલો રંગની ડિઝાઇન કરવામાં આવશે. જે વાહનચાલકોને ઝડપી વાહન ન ચાલવવા અને અમુક સેકન્ડ પહેલા જ રોકવા માટે ચેતવણી આપી રહ્યા છે.

અમદાવાદમાં સૌથી પહેલા ક્યાં કરવામાં આવી શરૂઆત

અમદાવાદમાં સૌથી પહેલા પાંજરાપોળ સિગ્નલ પર ડિઝાઇન દોરવાની શરૂઆત કરવામાં આવી છે. ટ્રાફિકની ગીચતાને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અભિનવ પ્રયોગ કરી પાંજરાપોળ ચાર રસ્તા ઉપર બોકસ માર્કીંગ કર્યુ છે.બોકસ માર્કીંગ કરવાથી આ સ્પોટ ઉપર કોઈપણ વાહન ઉભુ રાખવા કે તેને પાર્ક કરી શકાશે નહીં.આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 25 જેટલા ટ્રાફિક જંકશનને ડેવલપ કરાશે.ઉપરાંત તમામ જંકશન માટે યુનિફોર્મ સાઈનેઝ પોલીસી બનાવીને તેનો અમલ કરવામાં આવશે.

Ahmedabad: ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો ચેતી જજો, AMCએ અપનાવ્યો નવો નુસખો

શહેરમાં તબકકાવાર પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવશે

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા તથા રોડ અકસ્માતને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા મ્યુનિ.ના ટ્રાફિક વિભાગને કેટલાક ઉપયોગી સુચન કરવામા આવ્યા હતા.જેના ભાગરુપે શહેરમાં સૌ પ્રથમ વખત પાંજરાપોળ ચાર રસ્તા ઉપર પીળા કલરની માર્કીંગ કરી બોકસ માર્કીંગ કરવામાં આવ્યુ છે.બોકસ માર્કીંગ કરેલા એરિયામાં વાહન ચાલક પોતાનુ વાહન ઉભુ રાખી શકશે નહીં કે થોડીવાર માટે પાર્ક પણ કરી શકશે નહીં.આવનારા સમયમાં ટ્રાફિકની ગીચતા ધરાવતા ૨૫ જેટલા ટ્રાફિક જંકશનને મ્યુનિ.તંત્ર દ્વારા ડેવલપ કરાશે.. ડેવલપ કરવામા આવનારા તમામ ટ્રાફિક જંકશન ઉપર શહેરીજનોની અવેરનેસ માટે મુકવામા આવતા વિવિધ પ્રકારના સાઈનેઝ પણ દરેક જંકશન ઉપર એકસરખા જ રાખવામા આવશે.આ માટે ટૂંક સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક યુનિફોર્મ પોલીસી બનાવી તબકકાવાર તેનુ અમલીકરણ કરવામા આવશે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget