Ahmedabad: વ્યાજખોરોના આતંકની વધુ એક ઘટના, કિડની લિવર વેચીને રૂપિયા વસૂલ કરવા આપી ધમકી
અમદાવાદ:ગુજરાત પોલીસના ઈતિહાસમાં સૌથી મોટી વ્યાજખોરીનો મામલો સામે આવ્યો છે. કન્સ્ટ્રક્શનનો વેપાર કરતા વેપારી પાસે કરોડો રૂપિયાનું વ્યાજ પડાવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.
અમદાવાદ:ગુજરાત પોલીસના ઈતિહાસમાં સૌથી મોટી વ્યાજખોરીનો મામલો સામે આવ્યો છે. કન્સ્ટ્રક્શનનો વેપાર કરતા વેપારી પાસે કરોડો રૂપિયાનું વ્યાજ પડાવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.
ગુજરાત પોલીસના ઈતિહાસમાં સૌથી મોટી વ્યાજખોરીનો મામલો સામે આવ્યો છે. કન્સ્ટ્રક્શનનો વેપાર કરતા વેપારી પાસે કરોડો રૂપિયાનું વ્યાજ પડાવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી રાકેશ શાહે 8 વેપારી વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.લાખ્ખો રૂપિયાની સામે કરોડો રૂપિયાનુ વ્યાજ વસુલવા છતા ધમકી મળતા પરેશાન રાકેશ શાહે આખરે ઉંઘની 50 ગોળી ખાઈને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
રાકેશ શાહે આ મુદ્દે મીડિયા સમક્ષ વાત કરતા તેમના આંખમાં આંસુ આવી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે આપઘાતનો પ્રયાસ કર્યાં બાદ જ્યારે તે હોસ્પિટલાઇઝ્ડ હતા તે સમયે પણ વ્યાજખોરો તેને ધમકી આપતા હતા. રાકશ શાહે આપવિતી જણાવતા કહ્યું કે, વ્યાજખોરો કિડની લિવર વેચીને પણ રૂપિયા વસૂલ કરવા માટે ધમકાવતા હતા. આટલું જ નહી ફરિયાદી રાકેશ શાહે જણાવ્યું કે,
ચેક રિટર્ન કરી ખોટા કેસમા ફસાવવાની પણ ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Crime News: રાજકોટના કોઠારિયા રોડ પર સ્કૂલવાનના ડ્રાઇવરની હત્યા, 8 શખ્સોએ કર્યો હતો હુમલો
રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ સોમનાથ સોસાયટીમાં સ્કૂલવાન ચલાવતા યુવકની હત્યા કરી દેવાઇ છે. હુમલાવરો લાકડી અને છરી લઇને આવ્યા હતા અને ઢોરમાર માર્યા બાદ તેની હિરેન જાદવ નામના શખ્સની હત્યા કરી દેવાઇ
Murder :રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ સોમનાથ સોસાયટીમાં સ્કૂલવાન ચલાવતા યુવકની હત્યા કરી દેવાઇ છે. હુમલાવરો લાકડી અને છરી લઇને આવ્યા હતા અને ઢોરમાર માર્યા બાદ તેની હિરેન જાદવ નામના શખ્સની હત્યા કરી દેવાઇ
રાજકોટના કોઠારિયા રોડ પર સોમનાથ સોસાયટી નજીક સ્કૂલ વાન ચલાવતા એક યુવકની હત્યા કરી દેવાઇ છે. મૃતકનું નામ હિરેન નરેન્દ્રભાઇ જાદવ હોવાનું સામે આવ્યું છે. યુવક પર અંદાજીત 7 થી 8 લોકોએ હુમલો કર્યો હતો. હુમલાવરો છરી અને ધોકા લઇને પહોંચ્યા હત્યા અને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આજીડેમ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે બંને પક્ષે સામેસામી ફરિયાદ કરી છે. હત્યા ક્યા કારણોસર કરી દેવાઇ તે કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
Chinese String Death: રાજ્યમાં એક જ દિવસમાં સંક્રાંતિ પર ચાઇનીઝ દોરીથી ત્રણનાં મોત
Chinese String Death:મકર સંક્રાંતિનો તહેવાર ત્રણ પરિવાર માટે કાળમુખો બની ગયો. ત્રણેય પરિવારના સભ્યનો ચાઇનીઝ દોરીના કારણે જીવ ગયો. ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના ચાઇનીઝ દોરીના કારણે મોત થયા છે.
વડોદરામાં પતંગની દોરીના કારણે યુવકનો અકસ્માત થયો હતો. પતંગની દોરી ગળામાં આવતા યુવકનો અકસ્માત થયો હતો અને ઘટના સ્થળે જ મોત થયું હતું. દશરથ હાઇવે પાસે આ ઘટના સર્જાઇ હતી. સ્થાનિક પોલીસે યુવકનો મૃતદેહ એસ.એસ.જી હોસ્પિટલ પહોંડ્યો હતો
મહેસાણામાં પણ ચાઇનીઝ દોરીએ 4 વર્ષીય બાળકીનો જીવ લીધો હતો. વિસનગરના કડા દરવાજા નજીક ઘટના બની હતી. અહીં
4 વર્ષીય માસૂમ દીકરીને ચાઈનીઝ દોરી વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી અને આખરે માસૂમનું મૃત્યુ થયું હતું. માતા બાળકીને તેડી ને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી વાગી જતાં દુર્ઘટના ઘટી હતી.
બીજી તરફ રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.
ઋષભ વર્મા નામના બાળકનું ગળામાં ચાઇનીઝ દોરી વાગી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો બદનસીબે તેને બચાવી શકાયો ન હતો અને ડોક્ટરે મૃત જાહેર કર્યો. બાળક લોઠડા ગામનો રહેવાસી હતો અને બપોરના સમયે કોઠારિયા શાકમાર્કેટ પાસેથી પસાર થઇ રહ્યો હતો, આ સમયે આ ઘટના બની હતી.