Arvind Kejriwal in Gujarat Live : અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ, AAP નેતાઓ સાથે કરશે બેઠક
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આપના નેતાઓ સાથે બેઠક કરશે. વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભે પદાધિકારીઓ સાથે બેઠક કરશે.

Background
અમદાવાદઃ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે. તે સિવાય અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આપના નેતાઓ સાથે બેઠક કરશે. વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભે પદાધિકારીઓ સાથે બેઠક કરશે. પ્રદેશના પદાધિકારીઓ અને કોર કમિટી સાથે કેજરીવાલની બેઠક કરશે. કેજરીવાલ અને માન આજે સાંજે દિલ્હી પરત ફરશે.
કેજરીવાલ અને માને કર્યા દર્શન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી બગવંત માન શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા. અહીં બંને નેતાઓએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા અને ત્યારબાદ નિર્ધારિત કાર્યક્રમ માટે રવાના થયા હતા.
બંને નેતાઓ શાહીબાગ સ્વામિનારાયણ મંદીર નીકળ્યાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે. બંને નેતાઓ તાજ હોટેલથી શાહીબાગ સ્વામિનારાયણ મંદીર જવા રવાના થયા છે.





















