Arvind Kejriwal Gujarat Visit: અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આદિવાસીઓને લઈને કરશે મોટી જાહેરાત
Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેઓ જામનગર ખાતે વેપારીઓ સાથે બેઠક કરશે. જામનગર બાદ કેજરીવાલ સાંજે 5 વાગે વડોદરા પહોંચશે
Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેઓ જામનગર ખાતે વેપારીઓ સાથે બેઠક કરશે. અરવિંદ કેજરીવાલ બપોર બાદ ઓશવાલ સેન્ટર ખાતે વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાનો પ્રચાર પ્રસાર પૂર જોશમાં શરૂ કરી દીધો છે.
જામનગર બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 5 વાગે વડોદરા પહોંચશે. ત્યાર બાદ રવિવારે એટલે કે, 7 તારીખે છોટાઉદેપુરના બોડેલીમાં સભા સંબોધશે. બોડેલીમાં ગુજરાતના આદિવાસીઓને લઈને કેજરીવાલ કોઈ મોટી જાહેરાત કરી શકે છે. જામનગર પહોંચેલા દિલ્હી સીએમએ કહ્યું કે, આવતીકાલે આદિવાસીઓના વિસ્તારમાં જશું અને આદિવાસીઓ માટેની શું ગેરેન્ટીઓ તેની આવતીકાલે જાહેરાત કરીશ. ગુજરાતના લોકો તરફથી બહુ જ સમર્થન મળી રહ્યું છે જેને કારણે ભાજપને તકલીફ થઇ રહી છે. ભાજપને બહુ અહંકાર આવી ગયો છે. લઠાકાંડને લઈને પણ કેજરીવાલે સરકાર પર નિશાન સાધ્યું. હું દિલ્હીનો મુખ્યમંત્રી હોવા છતાં પણ લઠાકાંડના પીડિતોને મળવા ગયો પણ ગુજરાતના મુખ્યમંત્રી કે પાટીલ ત્યાં ના ગયા તેનાથી લોકો નારાજ થયા છે. ગુજરાતમાં પણ વીજળીના બીલો ઝીરો આવશે પણ મતદારો મત આપશે તો શક્ય બનશે.
ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા
મફતની રાજનીતિ અંગે પણ ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. મફતનું કહીને ભાજપના નેતા ગુજરાતીઓનું અપમાન કરે છે. મારા કે તમારા પિતાજી નથી આપવાના. ગુજરાતની જનતાને તેના ટેક્ષના પૈસાનું વળતર આપીશું. સીઆર પાટિલની માનસિકતા ગુજરાત વિરોધી છે. હિમાચલ પ્રદેશમાં વીજળી ફ્રી આપે છે. હિમાચલ પ્રદેશનો ચૂંટણી ઢંઢેરો નથી વાંચ્યો એવું દીકરાના સોગંદ ખાય. ભાજપના નેતા બધું મફતમાં મેળવે છે.
હું ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું
વિધાર્થી નેતા યુવરાજસિંહએ રાજ્યમાં લેવાતી પરીક્ષાઓ અને તેમા ચાલતી ધાંધલીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારે જેટલી પણ ભરતીમાં ગેરરીતી થઇ છે તેમાં કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. સરકાર સિસ્ટમમાં સડો જાણી જોઇને ઇચ્છી રહી છે. સાશકોની સામે હું સક્રિય રાજકારણમાં આવીશ તેવો હુંકાર યુવરાજસિંહે કર્યો છે. ફરી આમ આદમી પાર્ટીમાં સક્રિય થવાનો નિર્ણય યુવરાજસિંહે ક્રયો છે. 15 ઓક્ટોબરની આસપાસ ગાંધીનગર ખાતે યુવા મહાસંમેલન મળશે. આ સંમેલનમાં કેજરીવાલ સહિત વિધાર્થીઓનું હિત જોનાર રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. 50 હજારથી એક લાખ યુવાનો હાજર રહેશે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ટિકીટ આપશે તો હું ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું.