Arvind Kejriwal in Gujarat: CM કેજરીવાલને પોલીસે સુરક્ષાને લઈ ઓટો રિક્ષામાં જતા રોક્યા બાદમાં જવા દિધા,જુઓ વીડિયો
ઓટો રિક્ષામાં બેસી ઓટો ચાલકના ઘરે જમવા જઈ રહ્યા હતા આ દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદમાં છે. તેઓ ઓટો રિક્ષામાં બેસી ઓટો ચાલકના ઘરે જમવા જઈ રહ્યા હતા આ દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અને પોલીસ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. અંતે પોલીસે કેજરીવાલને રિક્ષામાં જવા દિધા હતા. અરવિંદ કેજરીવાલ અમદાવાદની એક હોટેલથી ઓટો રિક્ષાચાલકના ઘરે ભોજન કરવા જવાના હતા. ઉલ્લેખનીય છે કે, ઓટો રિક્ષા ચાલકે તેને આમંત્રણ આપ્યું હતું. તેથી કેજરીવાલ તેમના ઘરે જવા રિક્ષામાં બેસતા હતા ત્યારે ગુજરાત પોલીસે તેમને રોક્યા હતા. પોલીસે સુરક્ષાના કારણો સામે રાખતા દિલ્હીના મુખ્યમંત્રીને ઓટોરિક્ષામાં બેસવા નહોતા દીધા બાદમાં પોલીસે તેમને રિક્ષામાં જવાની મંજૂરી આપી હતી.
ગુજરાતની જનતા એટલે જ દુઃખી છે કેમ કે ભાજપના નેતાઓ જનતાની વચ્ચે નથી જતા અને અમે જનતાની વચ્ચે જઈએ છે તો તમે રોકો છો - CM @ArvindKejriwal
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) September 12, 2022
પ્રોટોકોલ તો એક બહાનું છે... હકીકતમાં કેજરીવાલને સામાન્ય જનતાની વચ્ચે જતા રોકવાનું છે pic.twitter.com/CqFXbWGlf0
અમદાવાદમાં ઓટો રિક્ષા સંવાદ કાર્યક્રમમાં એક રિક્ષાચાલકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલે તેમનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને સાથે ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી પણ જમવા આવશે તેવું જણાવ્યું હતું. ત્યારે અરવિંદ કેજરીવાલ સિંધુભવન રોડ પર આવેલી હોટેલ તાજ સ્કાયલાઇનથી ઘાટલોડિયાના કે.કે. નગરમાં રહેતા ઓટો રિક્ષા ચાલક વિક્રમભાઈ દંતાણીના ઘરે તેમની જ રિક્ષામાં બેસીને જમવા ગયા હતા.
શું અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફીસ પર પોલીસે કરી રેડ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તુતુ મેમે શરૂ થઈ ગયું છે. હવે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, પોલીસ દ્વારા અમદાવાદ ખાતે અમારી ઓફીસ પર રેડ કરી છે. આ અંગે આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું, મોટા નેતાઓના કહેવાથી અમારી ઓફીસ પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી. આ મામલે ઈસુદાન ગઢવી ટ્વીટ પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ રિટ્વીટ કર્યું હતું,
આપના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી
ઈસુદાન ગઢવીએ કહ્યં કે, ગુજરાતમાં આપનો ગ્રાફ વધતા ભાજપ ગભરાયું છે. 27 વર્ષના ભાજપના શાસનનો અંત આવવા જઈ રહ્યો છે. અમારી પેટા ઓફિસે પોલીસના જવાનો પહોંચ્યા હતા. લેપટોપ, ડેટા અને ડાયરી પોલીસે ચેક કરી. 1થી દોઢ કલાક સુધી પોલીસ અમારી ઓફિસમાં રેડ કરી. અનઓફિસિયલ રેડ હશે, કેમકે ભાજપની સ્ટાઈલ છે. અમારી ટીમે પૂછ્યું ત્યારે પોલીસનું આઇકાર્ડ પણ બતાવ્યું હતું. મનીષ સિસોદિયા અને કેજરીવાલ ઉપર રેડ કરી હતી. અરવિંદ કેજરીવાલના બેડરૂમ સુધી સીબીઆઈ પહોંચી હતી. પોલીસ કહે છે કે, કોઈ રેડ નહોતી. પોલીસને દિલ્હીથી દબાણ આવતું હશે, અમે સમજીએ છીએ. આમ આદમી પાર્ટીની બીજી ઓફિસમાં પણ આવીને રેડ કરો. રેડ કરો છો તો જાહેર કરો. અમારી અલગ અલગ જગ્યાએ ઓફિસ છે. કોઈના બાપની જાગીર નથી આ દેશ.