Ram Mandir: રામ મંદિરના રંગે રંગાયુ અમદાવાદ, શહેરમાં ભવ્ય બાઇક રેલી, શેલાનાથ મહાદેવથી હજારો ભક્તો જોડાયા
રામ મંદિરને લઇને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, ગઇકાલે પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યાની મુલાકાત લઇને કેટલાક મોટા બજેટના વિકાસકાર્યોને ખુલ્લા મુક્યા છે
![Ram Mandir: રામ મંદિરના રંગે રંગાયુ અમદાવાદ, શહેરમાં ભવ્ય બાઇક રેલી, શેલાનાથ મહાદેવથી હજારો ભક્તો જોડાયા ayodhya ram mandir news: bike rally will be set up in ahmdeabd city with kalash yatra before ayodhya ram mandir pratishtha Ram Mandir: રામ મંદિરના રંગે રંગાયુ અમદાવાદ, શહેરમાં ભવ્ય બાઇક રેલી, શેલાનાથ મહાદેવથી હજારો ભક્તો જોડાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/7317cbe2c7868b930f1d35686b7fec26170399803862077_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ayodhya Ram Mandir News: રામ મંદિરને લઇને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, ગઇકાલે પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યાની મુલાકાત લઇને કેટલાક મોટા બજેટના વિકાસકાર્યોને ખુલ્લા મુક્યા છે. હવે આગામી દિવસોમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઇ રહ્યું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22મી જાન્યુઆરીએ ઉજવાશે. આ અંતર્ગત હવે દેશભરમાં રામ ભક્તો ઉત્સવ મનાવી રહ્યાં છે. અમદાવાદમાં પણ રામ ભક્તો અને એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરીને આ ભવ્ય દિવ્ય મહોત્સવના સાક્ષી બનાવા માટે તૈયાર છે. હાલમાં દેશભરમાં કળશ યાત્રા ચાલી રહી છે.
અમદાવાદમાં અયોધ્યાના રામ મંદિરને લઇને હવે ખુણે ખુણેથી રેલી અને યાત્રાઓનું આયોજન થઇ રહ્યું છે. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની અંતિમ ઘડીઓ ગણાઇ રહી છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ખૂણે ખૂણે દેશવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના શેલામાં રામમંદિર યાત્રા પહેલા એક ભવ્ય દિવ્ય અને મોટાપાયે કળશયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે, શેલાનાથ મહાદેવથી બાઇક યાત્રા કાઢવામાં આવશે. શેલામાં આવેલી અલગ-અલગ સોસાયટીઓમાં યાત્રા રોકાશે. રામ ભક્તો અને દેશવાસીઓ રામ મંદિરને લઇને ખુબ જ ઉત્સાહમાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)