શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાના દર્દીઓ પર કઈ દવાના ક્નિલિનિકલ ટ્રાયલ શરૂ, ક્યાં ચાલી રહ્યા છે ટ્રાયલ ?
કોરોનાના 20 દર્દીઓ પર આયુર્વેદિક દવા કારગર નીવડી હોવાનો દાવો.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે કોરોનાને મ્હાત આપવા માટે હવે આર્યુવેદિક દવાનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, કોરોનાના 20 દર્દીઓ પર આયુર્વેદિક દવા કારગર નીવડી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ પરીક્ષણ રાજ્ય સરકારના આયુષ વિભાગની મંજૂરી બાદ ત્રણ જેટલી ખાનગી હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ બાદ શરૂ કરાયું છે.
કોરોનાના દર્દીઓ પર આયુર્વેદની દવાનું પરીક્ષણ હાથ ધરાયું છે , જેમાં અશ્વગંધા,ગિલોય સાથે અન્ય ચાર દ્રવ્યોના પ્રયોગ માટે ગુજરાતમાં 15 સંસ્થાઓને મજૂરી અપાઈ હતી. પહેલા લક્ષણ વગરના 20 દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો, બાદમાં કોરોનાના માઇલ્ડ લક્ષણ ધરાવતા દર્દીઓ પર આયુર્વેદની દવાનું પરીક્ષણ કરાયું છે. કોરોનાના 20 દર્દીઓ પર આયુર્વેદિક દવા સફળ કારગર નીવડી હોવાનો દાવો પણ કરાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement