Kheda : ટ્રેક્ટર નીચે આવી જતાં મહિલા સરપંચનું મોત, પતિ સાથે બાઇક પર જતી વખતે નડ્યો અકસ્માત
નડિયાદમાં ટ્રેકટર નીચે ચગદાઈ જવાથી મહિલા સરપંચનું મોત નીપજ્યું છે. નડિયાદ પીંજરોડ પર નહેર નજીક અકસ્માત થયો હતો. મહિલા સરપંચ પતિ સાથે બાઈક પર નડિયાદથી બામરોલી જઈ રહ્યા હતા.
ખેડાઃ નડિયાદમાં ટ્રેકટર નીચે ચગદાઈ જવાથી મહિલા સરપંચનું મોત નીપજ્યું છે. નડિયાદ પીંજરોડ પર નહેર નજીક અકસ્માત થયો હતો. મહિલા સરપંચ પતિ સાથે બાઈક પર નડિયાદથી બામરોલી જઈ રહ્યા હતા. બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા સરપંચ નીચે પટકાયા હતા. મહિલા સરપંચ નીચે પટકાવાની સાથે ટ્રેકટર નીચે કચડાયા. મૃતક કાંતાબેન પુંજાભાઈ સોલંકી વસો તાલુકાના બામરોલીના સરપંચ હતા.
સેલવાસના આધેડે નદીમા ઝંપલાવી આત્મહત્યા કરી, 8 વર્ષનો પુત્ર બન્યો નોંધારો
વલસાડઃ સેલવાસના આમલી વિસ્તારમાં રહેતા એક આધેડ પેરાલિસિસની બીમારીથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક ઘર નજીક પાનનો ગલ્લો ચલાવતો હતો જેણે દમણગંગા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર આશિષ પ્રભુદાસ કારિયા (ઉ.વ.45, રહેવાસી આમલી ફળિયા સેલવાસ) છેલ્લા પાંચ વર્ષથી પેરાલિસિસનો શિકાર હતા અને ઘર નજીક જ પાનનો ગલ્લો ચલાવી ગુજરાન ચલાવતા હતા.
આશિષભાઈ બીમારીથી કંટાળી ગયા હતા, જેઓ આજે એમની મોપેડ લઈને દમણગંગા નદીના પુલ પર જઈ નદીમા ઝંપલાવી દીધુ હતુ. ઘટનાની જાણ થતા પીઆઇ સબાસ્ટીયન, પીએસઆઇ જીગ્નેશ પટેલ,ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને અશિષની શોધખોળ હાથ ધરી હતી. લાસ્કરોએ નદીમાં શોધખોળ દરમ્યાન પુલથી નજીક લાશ મળી આવી હતી. જાણવા મળ્યા મુજબ આશિષની પત્ની એને પાંચ વર્ષ પહેલાં જ છોડી ગયી હતી. એનો એક આઠ વર્ષનો પુત્ર પણ છે.
Valsad : બે મંકી કેપ પહેરી આરોપીઓએ વૃદ્ધ સાથે લૂંટ કરી , પોલીસ તપાસમાં શું થયો મોટો ધડાકો?
વલસાડઃ ગત અઠવાડિએ દમણના જામપોર બીચ પર થયેલ લૂંટ મામલે ચાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈના એક વૃદ્ધ સાથે 16 તોલા સોનુ અને 7 હજાર રોકડની લૂંટ થઈ હતી. બે મંકી કેપ પહેરી આરોપીઓએ વૃદ્ધ સાથે લૂંટ કરી હતી. દમણ પોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે. વૃદ્ધ સાથે ફરવા આવેલ બે મિત્રોએ જ આ લૂંટ કરાવી હતી.
મનોજ ભટ્ટ અને નિર્મલ શાહ નામના મિત્રોએ જ ફરિયાદી નટવારલ વાઢેર સાથે લૂંટનું ષડયંત્ર કર્યું હતું. શેર બજારમાં નાણા ગુમાવનાર આરોપીઓએ આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. તમામ ફરિયાદી અને આરોપી મુંબઇના રહેવાસી છે.