શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારત બંધને પગલે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો-નેતા-ધારાસભ્યોની અટકાયત, કોની કોની કરાઇ અટકાયત?
વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી અમરેલી શહેરના વેપારીઓને બંધ રાખવા વિનંતી કરવા નીકળ્યા હતા. જોકે, પરેશ ધાનાણીની અટકાયતનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે તુ તુ મે મે થઈ હતી.
અમદાવાદઃ આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. આ જાહેરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કરી છે. ભારત બંધને પગલે ગુજરાતમાં પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ અને ધારાસભ્યોને અનેક જગ્યાએ અટકાયત કરવામાં આવી છે.
વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી અમરેલી શહેરના વેપારીઓને બંધ રાખવા વિનંતી કરવા નીકળ્યા હતા. જોકે, પરેશ ધાનાણીની અટકાયતનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે તુ તુ મે મે થઈ હતી. કેટલાક કોંગી કાર્યકરો ની પોલીસે કરી અટકાયત કરી છે. પરેશ ધાનાણી પોતાનું સ્કુટર લઈને પોલીસ કાફલાની વચ્ચેથી નિકળી જતા પોલીસ જોતી રહી ગઈ. અમરેલી શહેરમા પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે પકડા પકડી થઈ હતી. તેમજ અંતે તેમની અટકાયક કરી લેવામાં આવી છે.
મોડાસામાં વિરોધ કરતા પહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જીલ્લા પ્રમુખ, ધારાસભ્ય સહિત ૫૦ કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ છે. જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય અને હોદ્દેદારોને નજરકેદ કરાયા છે. ભિલોડાના ધારાસભ્ય ડૉ. અનિલભાઈ જોસિયારે ખેડૂતોનું સમર્થન કર્યું છે. માલપુરના ધારાસભ્ય જશુભાઈ પટેલને નજર કેદ કરાયા છે. માલપુરમાં વિરોધ કરવા પહોંચેલા ધારાસભ્યને નજર કેદ કરાયા છે. માલપુર પોલીસ સ્ટેશનથી સીધા મોડાસા ખાતે લઇ જવાયા છે.
સુરેન્દ્રનગરમાં પાટડી દસાડાના ક્રોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીની પોલીસે અટકાયત કરી છે. નૌશાદ સોલંકી આજે ખેડૂતોના સમથૅનમાં પોતાના વિસ્તારમાં હાઈવે ચક્કાજામ કરવાના હતા. નૌશાદ સોલંકીની અટકાયત કરી ઝીંઝુવાડા પોલીસ મથકે લઈ જવાયા હતા.
ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી જે ચાવડા સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો આલમપુર શાકમાર્કેટને બંધ કરાવવા આવે એ પહેલા તમામની અટકાયત કરવામાં આવી હતી. ધારાસભ્ય સી. જે. ચાવડાની અટકાયત કરીને ડીએસપી કચેરી લઈ જવાયા હતા. આલમપુર માર્કેટ ખાતે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
રાજકોટમાં દુકાનો બંધ કરાવવા નીકળેલી કોંગ્રેસની મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડવાલાને નજરકેદ કરવામાં આવ્યા છે. બંને ધારાસભ્યોન ઘરની બહાર પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા કમળાબહેન ચાવડાની તેમના ઘરેથી પોલીસે અટકાયત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion