Jitu Vaghani Press Conference: બીજેપી નેતા જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપો
Jitu Vaghani Press Conference: દિલ્હી આમ આદમી પાર્ટીના મંત્રીનો એક વીડિયો વાયરલ થયા બાદ ભાજપ સરકારે તેમના પર આકરા પ્રહારો કર્યા છે. આજે આ અંગે ગુજરાત ભાજપના નેતા જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.
Jitu Vaghani Press Conference: દિલ્હી આમ આદમી પાર્ટીના મંત્રીનો એક વીડિયો વાયરલ થયા બાદ ભાજપ સરકારે તેમના પર આકરા પ્રહારો કર્યા છે. આજે આ અંગે ગુજરાત ભાજપના નેતા જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. તેમણે કહ્યું કે, આ હિન્દુ સમાજ સહિષ્ણુતામાં માંને છે. કેજરીવાલ નાટક મંડળીનો ચહેરો ખુલો પડ્યો છે. આ ગુજરાતીની ધરતી છે, આ સંતો મહંતોની ભુમી છે. ભૂતકાળમાં પણ ગીતાજી વિશે, કાશ્મીર ફાઇલ ફિલ્મ બાદ પંડિતો વિશે, તમે પાપ કર્યું છે. તમારા મંત્રીઓ કૌભાંડો કરીને જેલમાં છે. તમે લોકોને છેતરીને ભોળા બનીને લાગણીમાં લેવાનું પાપ કર્યું છે.
Live : પત્રકાર પરિષદને સંબોધનhttps://t.co/nG5MaS9IIz
— Jitu Vaghani (@jitu_vaghani) October 7, 2022
વાઘાણીએ વધુમાં કહ્યું કે, હું આલિયા માલીયા જમાંલિયાને કહેવા માંગુ છું ક્યાં છુપાઈ ગયા છો, ક્યાં સેવા કરવા નિકળ્યા છો. આ વોટ બેન્કની રાજનીતિનું ષડયંત્ર છે. હું કેજરીવાલની કંપનીને, આલિયા માલિયાની ટોળીને કહેવા માંગુ છું કે, અન્ય સંપ્રદાય માટે બોલીને બતાવો. લલચાવવા નીકળેલી આ કંપનીના પેટમાં પાપ છે, વોટ બેન્ક માટેનું ષડયંત્ર છે. દુશ્મન દેશની ભાષામાં લોકોને છેતરવા નીકળ્યા છે. દેશ અને દુનિયાની લોકોને છેતરવાનું બંધ કરો અને ભોગવવા તૈયાર રહો. તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી દિલ્હીનાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે દેવી દેવતાઓ મામલે કરેલ ટીપણીનો મામલો હવે ગરમાતો જોવા મળી રહ્યો છે.
કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રીના વાયરલ વીડિયોથી ખળભળાટ
કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ વીડિયોમાં મંત્રી દેવી-દેવતાઓને નહીં માનવાના શપથ લેવડાવતા દેખાઈ રહ્યા છે. મોટા સમાચાર એ છે કે, કેજરીવાલ પોતાના મંત્રીથી નારાજ છે. મંત્રીના વાયરલ વીડિયોને લઈને હવે આમ આદમી પાર્ટી ભાજપના નિશાને છે. ભાજપે મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને મંત્રી પદેથી હટાવવાની માંગ કરી છે.
કેજરીવાલનાં મત્રી રાજેન્દ્રપાલ ગૌતમ જે એક કાર્યક્રમની અંદર હાજરી આપી. કાર્યક્રમની અંદર શપત લેવડાવામાં આવે છે હું ભગવાન કૃષ્ણ માનીશ નહી. ભગવાન વિષ્ણુને માનીશ નહી. ભગવાન રામ , ભગવાન શંકરને પણ માનીશ નહીં. ભગવાન માનવાનો ઈનકાર કરવાનો શપથ લેવડાવમાં આવ્યા અને ધર્માંતરણ પણ કરવામાં આવ્યુ. જોકે, એબીપી અસ્મિતા આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આ મુદ્દે કહ્યું કે, તમારા મંત્રી એક તરફ હિન્દુ ધર્માંતરણ કરાવતા હોય અને ગુજરાત આવી તમે મંદિરે મંદિરે ફરો. તમારા ગુજરાતના પ્રમુખ સત્યનારાયણ ભગવાનને ગાળો આપી ચુક્યા છે. આજે મંદિરે મંદિરે ફરેલા ગોપાલ ઈટીલીયાને પણ મારે કહેવું છે. તમારા દિલ્લી સરકારના મંત્રી ધર્માંતરણને આજે ઉત્તેજન આપે છે. ગુજરાતની અંદર ખોટા હિન્દુ હોવાના નાટક કરી રહ્યા છો. ગુજરાતની જનતા સારી રીતે ઓળખે છે ભારતની જનતા સારી રીતે ઓળખે છે. તમે હિન્દુ ધર્મનું નિકંદન કરવા નિકળયા છો એ સ્પષ્ટ દેખાય છે.