ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAP-BTPની ગઠબંધનની જાહેરાત, પહેલી મેએ કેજરીવાલ આવશે ગુજરાત
ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેના દિવસે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. આપ અને btp પાર્ટી એક થશે. આ દિવસે છોટુ વસાવા અને અરવિંદ કેજરીવાલ ભરૂચના ચંદેલીયા વ્હાઈટ હાઉસમાં બેઠક કરશે.
અમદાવાદઃ ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેના દિવસે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. આપ અને btp પાર્ટી એક થશે. આ દિવસે છોટુ વસાવા અને અરવિંદ કેજરીવાલ ભરૂચના ચંદેલીયા વ્હાઈટ હાઉસમાં બેઠક કરશે અને ત્યાર બાદ આદિવાસી મહાસંમેલનનું આયોજન કરશે. ભૂતકાળમાં આદિવાસી સમાજ સાથે સરકારે જે અન્યાય કર્યો છે. ગરીબોને ના સારી સરકારી શાળા ના તો બે સમયનું જમવાનું નસીબ થયું છે.ગામડામાં આદિવાસીઓ ઘર છોડી રહ્યા છે. આપ અને btp સાથે મળીને બીજેપી સામે લડશે.
મહેશ વસાવાએ કહ્યું, આજે ખાસ અહી હાજર થયા છે . આજથી નવી શરૂવાત થવા જઈ રહી છે. છોટુ વસાવાએ ગરીબો અને આદિવાસીઓ માટે મોટી લડત આપી છે. ભૂતકાળની તમાંમ સરકારોએ આદિવાસી સમાજ સાથે અન્યાય કર્યો છે. Aap અને BTP વચ્ચે લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી હતી. ભરૂષના ચંદેલિયા ખાતે છોટુ વસાવા સાથે કેજરીવાલ બેઠક કરશે. ચંદેલિયાના વાઇટ હાઉસ ખાતે 1 મે ના રોજ બેઠક કરશે. ત્યાર બાદ આદિવાસી સંમેલન Aap અને Btp કરશે. કેજરીવાલ 1 તારીખે આવશે ગુજરાત. દેશમાં ગરીબ લોકોને કોઇ ફાયદો થયો નથી. Aapનું અમે દિલ્હીમાં કામ જોયું છે. દિલ્હીની રોજગારીની વાત , પાણીની વાત અને શિક્ષણ વિશે જાણ્યું છે. આ સરકારે સ્કૂલો બંધ કરીને આદિવાસી સમાજને નુકશાન કર્યું છે. કોંગ્રેસ પણ લોકશાહી બંચાવવા આંદોલન કરે છે પરંતુ તેમની સરકારમાં તેમને શું કર્યું.
ખોડલધામમાં આંતરિક જુથવાદ ? નરેશ પટેલના રાજકીય પ્રવેશ પહેલા જ રિપોર્ટને લઈને મતમતાંતર
રાજકોટઃ ખોડલધામમાં આંતરિક જુથવાદ જોવા મળ્યો. રમેશ ટીલાળાના નિવેદનને ખોડલધામના પ્રવક્તાએ વ્યક્તિગત નિવેદન ગણાવ્યું. રમેશ ટીલાળાએ નરેશ પટેલને રાજકારણમાં ન જોડાવું જોઇએ તેવો સર્વેનો રિપોર્ટ હોવાનું કહ્યું હતું. જો કે હસમુખભાઈ લણાગરિયા, પ્રવક્તાએ આવો રિપોર્ટ ન આવ્યો હોવાનો કર્યો દાવો. આવતીકાલે ખોડલધામના હાઇકમાન્ડને સર્વેનો રિપોર્ટ સોંપાશે. રિપોર્ટ આવે તે પહેલા જ ખોડલધામમાં મતમતાંતર જોવા મળ્યા.
પાટીદારો દીકરીઓના પ્રેમલગ્નની વિરુદ્ધ, કયો સમાજ પ્રેમલગ્ન વિરોધી કાયદા માટે કરશે આંદોલન?
મહેસાણાઃ મહેસાણાનો 84 કડવા પાટીદાર સમાજ પ્રેમ લગ્ન કરતી દીકરીઓ માટે કાયદો બનવવા લડત કરશે. 84 કડવા પાટીદાર સમાજની કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો. દીકરી ભાગી જાય ત્યારે લગ્ન નોંધણી વખતે માતા પિતાની સહી ફરજિયાત બનાવવા સરકારમાં રજુઆત કરશે અને જો દીકરી માતા પિતાના સહીની સંમતિ ન આપે તો તેનું મિલકતમાંથી આપો આપ નામ નીકળી જાય તે પ્રકારનો કાયદો બનાવવા રજુઆત કરશે.
આ અગાઉ એસપીજી દ્વારા પણ લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત બનાવવા માગ કરી ચૂક્યું છે. હવે 84 કડવા પાટીદાર સમાજ આ મામલે સરકાર સમક્ષ રજુઆત કરશે.