(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat: 1003 કરોડના વિકાસકાર્યોની અમદાવાદને ભેટ, 'એક પેડ મા કે નામ' જન અભિયાન બન્યુંઃ અમિત શાહ
Amit Shah Visit Ahmedabad Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે પહોંચ્યા હતા. આજથી બે દિવસીય મુલાકાત દરમિયાન અમિતા શાહે અમદાવાદને વિકાસકાર્યોની મોટી ભેટ આપી છે
Amit Shah Visit Ahmedabad Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે પહોંચ્યા હતા. આજથી બે દિવસીય મુલાકાત દરમિયાન અમિતા શાહે અમદાવાદને વિકાસકાર્યોની મોટી ભેટ આપી છે, કરોડો રૂપિયાના પ્રૉજેક્ટનું ઉદઘાટન કર્યુ છે. ખાસ વાત છે કે, એક અઠવાડિયામાં અમિત શાહની અમદાવાદમાં આ બીજી મુલાકાત છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં સામેલ ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિસ્તારના કરોડો રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ખાતમુર્હૂત, લોકાર્પણ અને ઉદઘાટન કર્યુ હતુ.
અમિત શાહે આજે અમદાવાદને મોટી ભેટ આપી, 1003 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અમિત શાહે કહ્યું કે, આજે 'એક પેડ મા કે નામ' જન અભિયાન બન્યું છે. નરેન્દ્રભાઈને જનતાએ ત્રીજી વાર વડાપ્રધાન બનાવ્યા છે, મોટી લીડ સાથે જીતાડવા તમામનો આભાર વ્યક્ત કરુ છું. અમારી સરકારમાં શહેરમાં અનેક પુલ બનાવવામાં આવ્યા છે. ઓક્સિજન પાર્કમાં યોગ-આસનની નિઃશુલ્ક વ્યવસ્થા
ઓક્સિજન પાર્કમાં વૉકિંગ રૉડ બનાવાયા છે.
અમિત શાહે કહ્યું કે, અમદાવાદ મનપા, રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરુ છું. 700 કરોડના વિકાસકાર્યો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં થયા છે. 300 કરોડના વિકાસકાર્યો વિધાનસભા વિસ્તારમાં થયા છે. વિકાસના નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. ગાંધીનગર લોકસભામાં 21 પરિયોજનાનું લોકાર્પણ કરાયુ છે. ગાંધીનગર લોકસભામાં ચાર પરિયોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે. AMCનો 100 દિવસમાં 30 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ છે. આવનારી પેઢી માટે AMCનું ખુબ મોટુ અભિયાન છે. અમદાવાદના નાગરિકો પણ અભિયાનમાં જોડાવવું જોઇએ.
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 1003 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ છે. થલતેજમાં ઓક્સિજન પાર્ક, તળાવનું લોકાર્પણ કર્યુ છે, ઓક્સિજન પાર્કમાં યોગ માટેની જગ્યા છે. ઓક્સિજન પાર્કમાં રનિંગ ટ્રેક બનાવાયો છે. ઓક્સિજન પાર્કમાં 1.67 લાખ છોડ, વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે. ઓક્સિજન પાર્કમાં પેવેલિયન, ઓપન જીમ બનાવવામાં આવ્યુ છે. તળાવ, બેન્ડ સ્ટેન્ડ, સ્ટ્રીટ ફૂડ માટેની જગ્યા બનાવવામાં આવી છે.
આ પણ વાંચો
Gandhinagar: ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ