શોધખોળ કરો

Gujarat Election 2022: અમદાવાદમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે

Gujarat Assembly Election 2022: અમદાવાદના ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પર બીજેપી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે બબાલ થઈ છે. બીજેપીના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને માર માર્યો છે.

Gujarat Assembly Election 2022: અમદાવાદના ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પર બીજેપી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે બબાલ થઈ છે. બીજેપીના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને માર માર્યો છે. આચારસંહિતા બાદ પણ ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરતા હતા જેને લઈને બબાલ થઈ હોવાની વાત સામે આવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય મોરીને ગોંધી રાખીને માર મારવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. માથાકૂટ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

EVM માં ચેડાંની આશંકાએ કોંગ્રેસ-આપના કાર્યકરો 24 કલાક કરી રહ્યા છે પહેરો

રાજ્યમાં પ્રથમ ચરણની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ઈવીએમમાં ચેડાં થવાની આશંકાને લઈને વલસાડ ખાતે ઇવીએમ સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ અને આપ નેતાઓ દ્વારા પેહરો ભરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં પ્રથમ ચરણની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે ત્યારે વલસાડની પાંચ બેઠકો પર 65 ટકા જેટલું મતદાન થયું છે ત્યારે તમામ પાર્ટીઓ જીતના દાવા કરી રહી છે. જોકે વલસાડની એન્જિનિયરિંગ કોલેજ ખાતે  સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રાખવામાં આવ્યા છે. જેના કારણે આ સ્ટ્રોંગ રુમની બહાર આપ અને કોંગ્રેસનો પહેરો જોવા મળી રહ્યો છે. વલસાડની સરકારી ઇજનેરી કોલેજ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જોકે પોલીસની સાથે સાથે ઉમેદવારો અને કાર્યકર્તાઓનો પહેરો જોવા મળી રહ્યો છે.

ઇવીએમ સાથે છેડછાડ થઈ શકે છે તેવી આશંકાએ પહેરો ગોઠવવામાં આવ્યો છે. મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ મશીન વલસાડમાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આપના ઉમેદવારો અને કોંગ્રેસના ઉમેદવારો અને અગ્રણીનો 24 કલાક પહેરો જોવા મળી રહ્યો છે. જોકે સ્ટ્રોંગ રૂમની આસપાસ સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે. સીસીટીવી મોનિટરિંગ કરી તમામ ગતિવિધિઓ પર આપ અને કોંગ્રેસ બંને પક્ષ નજર રાખી રહ્યું છે.

બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત

બીજા તબક્કાની 93 બેઠકો માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે.  આ 93 બેઠકો પર 5 ડિસેમ્બરના મતદાન યોજાશે.  પક્ષો-ઉમેદવારો સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી ચૂંટણી અંગે વિગતો આપતા કહ્યું  કે, ‘ બીજા તબક્કાની ચૂંટણીમાં 37,432 બેલેટ યૂનિટ, કંટ્રોલ યૂનિટ 36,157 અને VVPAT 40,066 ઉપયોગ કરી રહ્યા છે. મતદાન કર્મચારીઓની સંખ્યા 1,13,325 છે.’ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget