(Source: ECI/ABP News/ABP Majha)
Anuj Patel Health Update: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને એર એમ્બ્યુલન્સથી મુંબઈ ખસેડાયા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના પુત્રની નાદુરસ્ત તબિયતના કારણોસર જામનગર ખાતે થનારી ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી શકશે નહી.
Gujarat CM Son Health Update: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને રવિવારે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આજે વધુ સારવાર માટે તેમને એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જવાયા છે. અનુજ પટેલને મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં વધુ સારવાર અપાશે. ગઈકાલે હિંદુજા હોસ્પિટલના ડો. મિશ્રાએ અનુજની તબીબી તપાસ કરી હતી. આ પહેલા આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા પરિમલ નથવાણી તબિયત જાણવા પહોંચ્યા હતા.
પુત્રની નાદુરસ્ત તબિયતના કારણોસર જામનગર ખાતે થનારી ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં સીએમ નહીં રહે ઉપસ્થિત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના પુત્રની નાદુરસ્ત તબિયતના કારણોસર જામનગર ખાતે થનારી ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી શકશે નહી. ગુજરાત ગૌરવ દિવસના જામનગરના આ કાર્યક્રમોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઇ પટેલ સહભાગી થશે.
અનુજ પટેલની તબિયત અંગે કેડી હોસ્પિટલે એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રઈન સ્ટ્રોક થતાં તાત્કાલિક સારવાર માટે 2:45 વાગ્યે કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સર્જરી કરવામાં આવે છે, હાલ અનુજની તબિયત સ્થિર છે અને તજજ્ઞ ડોક્ટરોની ટીમ દેખરેખ હેઠળ છે.
હજુ ખેડૂતો પરથી નથી ટળ્યું માવઠાનું સંકટ. આગામી ચાર દિવસ જ નહીં પછી પણ કમોસમી વરસાદ પડશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી પાંચ દિવસ પડશે કમોસમી વરસાદ. એટલું જ નહીં આજથી ફરી નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને કમોસમી વરસાદ પડવાનું યથાવત રહેશે.
આજે ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે રાજકોટ, અમરેલી, ભાવનગર, કચ્છ, તાપી, નર્મદા, ડાંગમાં માવઠાની આગાહી છે. તો ત્રણ મેએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર અને રાજકોટમાં વરસાદ રહેશે.
તો ચોથી મેએ અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, વલસાડ, તાપી, ડાંગ અને મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે. પવન ફૂંકાવાને લઈ સાવચેતીના પગલા લેવા હવામાન વિભાગે ખેડૂતોને સૂચના આપી છે.