શોધખોળ કરો
PM મોદી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા, CM વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ કર્યું સ્વાગત

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના અમદાવાદ એયરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત રાજ્યના સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ.પી કોહલી, બીજેપી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના પદાધિકારીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્ર નરેંદ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે. આ પ્રસંગે PM મોદીનું 9:13 મીનીટે એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે બીજેપીના કાર્યકર્તા દ્વારા અભિવાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. PM મોદી શુક્રવારની રાત્રી રોકાણ ગાંધીનગર ખાતે આવેલા રાજભવન ખાતે કરશે. આ પ્રસંગે પીએમ મોદીએ ટુંકુ સંબોધન કરી ઉપસ્થિત લોકોનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા રહ્યા છે. આવતીકાલે તેમનો 67મો જન્મદિવસ છે. જન્મદિવસે તેઓ માતાના ખાસ આશીર્વાદ મેળવશે અને એ જ દિવસે દાહોદના લીમખેડા તથા નવસારીના જલાલપોર ખાતે બે મહત્વના જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. નવસારીનો કાર્યક્રમ દિવ્યાંગ બાળકોને સહાય વિતરણનો છે. સુલભ્ય દિવ્યાંગ મેગા કેમ્પમાં 10 હજારથી વધુ દિવ્યાંગ બાળકોને સાધન સહાયનું એકસાથે વિતરણ કરી એક અનોખો વિક્રમ રચવામાં આવશે.
વધુ વાંચો





















