શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં ઠંડીની શરૂઆત, આગામી બે દિવસમાં કઈ જગ્યાએ ઠંડીનો ચમકારો અનુભવાશે? જાણો વિગત
આગામી ટૂંક સમયમાં શિયાળાની કડકડતી ઠંડીનો ચમકારો થશે. આગામી બે દિવસમાં અમદાવાદમાં ઠંડીની અસર વધારે જોવા મળશે.
![ગુજરાતમાં ઠંડીની શરૂઆત, આગામી બે દિવસમાં કઈ જગ્યાએ ઠંડીનો ચમકારો અનુભવાશે? જાણો વિગત Cold wave will be started in Gujarat on next two days ગુજરાતમાં ઠંડીની શરૂઆત, આગામી બે દિવસમાં કઈ જગ્યાએ ઠંડીનો ચમકારો અનુભવાશે? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/19085011/Cold-Wave.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: ગુજરાતમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં સવારે ધૂમ્મસવાળા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. બીજી તરફ દિવસ દરમિયાન ગરમી અને બફારો જોવા મળે છે. જ્યારે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
આગામી ટૂંક સમયમાં શિયાળાની કડકડતી ઠંડીનો ચમકારો થશે. આગામી બે દિવસમાં અમદાવાદમાં ઠંડીની અસર વધારે જોવા મળશે. સોમવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 18.8 ડિગ્રી નોંધાયો હતો જ્યારે ગાંધીનગરમાં 17.5 ડિગ્રી પારો નોંધાયો હતો.
મોટાભાગે નવેમ્બર મહિના બાદ કડકડતી ઠંડીનો વર્તારો શરૂ થતો હોય છે. પરંતુ હાલમાં પવનની દિશા બદલાવાના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવે ઠંડીની શરૂઆત ખુબ ઝડપથી થશે. એકાદ-બે દિવસમાં તીવ્ર ઠંડીનો ચમકારો પણ અનુભવાશે.
ચાલુ વર્ષે દિવાળી અને નવા વર્ષ બાદ પણ કમોસમી વરસાદની મોસમ ચાલી હતી તે જોતાં ચાલુ વર્ષે શિયાળો લાંબો ચાલવાની સાથે-સાથે કાતિલ ઠંડી પડવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.
![ગુજરાતમાં ઠંડીની શરૂઆત, આગામી બે દિવસમાં કઈ જગ્યાએ ઠંડીનો ચમકારો અનુભવાશે? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/19084958/Cold-Wave1.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)